Photos: બે સુપરસ્ટાર અને ફિલ્મના સેટ પર આવો હાલ, ચોંકી જશો
વરુણ ધવન અને અનુષ્કા શર્મા બંને બોલિવૂડના ફેમસ સ્ટાર છે. પરંતુ તેમની આવનારી ફિલ્મ "સુઈ ધાગા" માં તેમને ઓળખવું પણ મુશ્કિલ છે.
વરુણ ધવન અને અનુષ્કા શર્મા બંને બોલિવૂડના ફેમસ સ્ટાર છે. પરંતુ તેમની આવનારી ફિલ્મ "સુઈ ધાગા" માં તેમને ઓળખવું પણ મુશ્કિલ છે. હાલમાં જ ફિલ્મના સેટ થી કેટલીક નવી તસવીરો વાયરલ થયી છે.
ફિલ્મની શૂટિંગ મધ્યપ્રદેશ ના ચંદેરીમાં થઇ રહી છે. લોકોનું સામાન્ય જન જીવન બતાવવા માટે વરુણ ધવન સાઇકલ ચલાવતા જોવા મળશે. એક સીન શૂટ કરવા માટે વરુણે સાઇકલ પર અનુષ્કાને બેસાડીને લગભગ 10 કલાક સુધી ચલાવી હતી.
સુઈ ધાગા ફિલ્મમાં વરુણ ધવન મોજી નામનો રોલ નિભાવી રહ્યો છે, જે દરજી છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા મમતા બની છે, જે કઢાઈ કામ કરે છે, આ ફિલ્મનું નિર્દેશન શરદ કટારીયા કરી રહ્યા છે. જેમને દમ લગા કે હઈશા ફિલ્મ બનાવી હતી.

મેડ ઈન ઇન્ડિયા
વરુણ ધવને જણાવ્યું કે ગાંધીજી થી લઈને મોદીજી સુધી બધા જ મેડ ઈન ઇન્ડિયા સમર્થન કરે છે. સુઈ ધાગા ફિલ્મથી અમે દેશના કરોડો લોકો સુધી આ સંદેશ પહોચાડીશુ.

પહેલીવાર એક સાથે
આ ફિલ્મમાં પહેલીવાર વરુણ ધવન અને અનુષ્કા શર્મા એકસાથે જોવા મળશે. અનુષ્કા શર્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ફિલ્મને લઈને ઉત્સાહિત છે કારણકે ફિલ્મમાં માનવતા વિશે બતાવવામાં આવ્યું છે.

રણબીર કપૂર ફાઇનલ હતા
આપણે જણાવી દઈએ કે આ ફિલ્મ માટે પહેલા રણબીર કપૂર ફાઇનલ કરવામાં આવ્યા હતા. પરંતુ રણબીર કપૂરે ફિલ્મમાં કોઈ રસ દાખવ્યો નહીં એટલા માટે ફિલ્મમાં વરુણ ધવન ને લેવામાં આવ્યા.

ખાસ છે ફિલ્મ
યશરાજ ફિલ્મનો આ પ્રોજેક્ટ ખુબ જ ખાસ છે. આ ફિલ્મ ઘ્વારા સ્વદેશી કોટેજ ઈન્ડિસ્ટ્રી વિશે લોકોને જાગરૂક કરવામાં આવશે.

પોઝિટિવ બાબતો
અનુષ્કા શર્માનું માનવું છે કે આ ફિલ્મ ખુબ જ પોઝિટિવ ફિલ્મ છે. જેની સાથે ભારતનો દરેક વર્ગ જોડાઈ શકશે. અનુષ્કા શર્મા ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

દર્શકો સાથે કનેક્ટ
ફિલ્મ નિર્માતા દરેક વસ્તુઓને અસલ જીવનથી નજીક રાખી રહ્યા છે. કેરેક્ટર ના લૂકથી લઈને તેમના કોસ્ટ્યૂમ સુધી બધું જ રિયલ રાખવામાં આવ્યું છે જેના કારણે દર્શક કહાની અંદર ઉતરી શકે.












Click it and Unblock the Notifications
