Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

B'DaySpcl: ક્યૂટ ફેસ, પરફેક્ટ બોડી, ડાન્સ-કોમેડીમાં છે નં.1

વરુણ ધવનની આ તસવીરો જોઇ તમે પણ માનશો કે, તે શાહરૂખ કે સલમાનની સરખામણીમાં ક્યાંય પાછો પડે એમ નથી.

બોલિવૂડમાં હાલ વરુણ ધવન નો દબદબો છે. આજની જનરેશનના હિટ એક્ટર્સની લિસ્ટમાં વરુણ ધવનનું નામ સૌથી ઉપર આવે છે. આજે એટલે કે 24 એપ્રિલે વરુણ ધવનનો બર્થ ડે છે. વર્ષ 1997માં જન્મેલા વરુણના આજે 29 વર્ષ પૂરા થયા છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં વરુણ ખૂબ પોપ્યૂલર છે અને તેની ફેન ફોલોઇંગ પણ ખાસી છે.

ક્યૂટ એન્ડ હેન્ડસમ

ક્યૂટ એન્ડ હેન્ડસમ

વરુણ ધવન ક્યૂટ પણ છે અને હેન્ડસમ પણ છે. ગર્લ્સમાં અને ખાસ કરીને ટીનએજ ગર્લ્સમાં વરુણનો ક્રેઝ જોવા મળે છે. બોલિવૂડમાં આલિયા ભટ્ટ સાથે તેની જોડી સૌથી વધુ વખણાઇ છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ જુડવાની રિમેકમાં વરુણ ધવન સલમાનનો રોલ પ્લે કરી રહ્યો છે. વરુણને યંગ જનરેશનના શાહરૂખ કે સલમાન કહીએ તો કંઇ ખોટું નથી. વિશ્વાસ ના થાય તો જુઓ આગળની તસવીરો.

90'sના સલમાન અને વરુણ ધવન

90'sના સલમાન અને વરુણ ધવન

90ના દાયકાના સલમાનને યાદ કરો અને વરુણ ધવનને યાદ કરો. તમને ઘણી સિમિલારિટી જોવા મળશે. વરુણની સ્ટાયલ અને બોડી બિલ્ડઅપ ઘણું ખરું સલમાન જેવું જ જોવા મળે છે.

ગોવિંદા - ડાન્સ અને કોમેડી

ગોવિંદા - ડાન્સ અને કોમેડી

વરુણ ધવન સારો ડાન્સર છે. કોમેડી ટાઇમિંગમાં તે યંગ ગોવિંદાને કોમ્પિટિશન આપી શકે એમ છે. ઉલ્લેખનીય છે કે, ગોવિંદાએ સૌથી વધુ હિટ કોમેડી ફિલ્મો વરુણના પિતા ડેવિડ ધવનના ડાયરેક્શનમાં જ આપી છે.

શાહરૂખ ખાન - રોમાન્સ

શાહરૂખ ખાન - રોમાન્સ

શાહરૂખ ખાન આમ તો બોલિવૂડમાં રોમાન્સના કિંગ કહેવાય છે, પરંતુ વરુણ પણ પાછો પડે એમ નથી. તેની રોમ-કોમ ફિલ્મોમાં તે અનેક વાર શાહરૂખની મિમિક્રી કરી ચૂક્યો છે, જે દર્શકોને પસંદ પડી છે.

ધૂમ-2માં હૃતિક રોશન

ધૂમ-2માં હૃતિક રોશન

આ ફોટો વરુણના કોલેજના સમયનો છે. અહીં તે ધૂમ-2ના હૃતિક રોશનના લૂકમાં જોવા મળી રહ્યો છે. લોન્ગ હેરમાં પણ વરુણ ખાસો ક્યૂટ લાગે છે.

ઇન્ટેન્સ રોલ

ઇન્ટેન્સ રોલ

બદલાપુર જેવી ફિલ્મમાં કામ કરીને તેણે પોતાની એક્ટિંગ સ્કિલ પણ સાબિત કરી દીધી છે. તેણે સાબિત કરી દીધું છે કે, તે અજય દેવગણ, અક્ષય કુમાર માફક સિરિયસ અને ઇન્ટેન્સ રોલમાં પણ જીવ રેડી શકે છે.

આસિસ્ટન્ટ ડિરેક્ટર

આસિસ્ટન્ટ ડિરેક્ટર

વરુણ ધવને ફિલ્મોમાં ડેબ્યૂ કરતાં પહેલાં આસ્ટિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. 2010માં આવેલ ફિલ્મ માય નેમ ઇઝ ખાનમાં તેણે કરણ જોહરના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.

બ્રિટનમાં પોસ્ટ ગ્રેજ્યૂએશન

બ્રિટનમાં પોસ્ટ ગ્રેજ્યૂએશન

વરુણે મુંબઇની એચ.આર.કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં સ્કૂલિંગ કર્યું, ત્યાર બાદ તેણે બ્રિટનની નૉટિંગઘમ ટ્રેંટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યૂએશન કર્યું છે. આ એ જ સમયની તસવીર છે.

ફિટનેસમાં નં.1

ફિટનેસમાં નં.1

આજના દરેક હીરોની માફક વરુણ પણ ફિટનેસ ફ્રિક છે, ક્યૂટ ફેસની સાથે-સાથે તેની પાસે પરફેક્ટ ટોન્ડ બોડી પણ છે. ડાન્સ, કોમેડી, એક્ટિંગમાં તે નં.1 છે. ઇન શોર્ટ, સુપરસ્ટાર બનવા માટે જરૂરી તમામ સ્કિલ્સ છે વરુણ ધવન પાસે.

Happy Birthday Varun!

Happy Birthday Varun!

બોલિવૂડના આ બેટા નં.1 ને વનઇન્ડિયા પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા..

અહીં વાંચો

અહીં વાંચો

બોલિવૂડ સ્ટાર્સ પોતાના ડ્રેસિંગ સાથે એક્સપરિમેન્ટ કરતા રહે. પરંતુ એ એક્સપરિમેન્ટમાં ક્યારેક હસવામાંથી ખસવુ થવા જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X