વરુણ ધવને અનુષ્કા શર્માને ગણાવી ‘મીમ્સની રાણી', શેર કર્યો વીડિયો

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ ‘સૂઈ ધાગા' હાલમાં ખૂબ ચર્ચામાં છે. સૌથી વધુ ચર્ચામાં અનુષ્કા શર્માના મીમ્સ છે કે જે ફિલ્મમાં તેના એક સીનમાંથી બનાવવામાં આવ્યા છે.

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ 'સૂઈ ધાગા' હાલમાં ખૂબ ચર્ચામાં છે. સૌથી વધુ ચર્ચામાં અનુષ્કા શર્માના મીમ્સ છે કે જે ફિલ્મમાં તેના એક સીનમાંથી બનાવવામાં આવ્યા છે. અનુષ્કા શર્માના મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને હવે તો ફિલ્મમાં તેનો કો એક્ટર વરુણ ધવન પણ આ મીમ્સ પર હસવુ રોકી નથી શકતો. વરુણ અનુષ્કા પર બનેલા ઘણી મીમ્સને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે.

અનુષ્કા પર બનેલા મીમ્સ વાયરલ

અનુષ્કા પર બનેલા મીમ્સ વાયરલ

ફિલ્મ સૂઈ ધાગાથી અનુષ્કાનો એક સ્પૂફ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં બેકમાં પ્રિયંકા ચોપડા અને તેનો ફિયાન્સ નિક જોનસ ગીત ગાઈ રહ્યા છે અને આગળ અનુષ્કા બેસીને તાળીઓ પાડી રહી છે. તમને જણાવી દઈએ કે નિક જોનસનો આ ગીત ગાતો વીડિયો પ્રિયંકાએ જાતે શેર કર્યો હતો. હવે ફેન્સે ફોટોશોપ દ્વારા અનુષ્કા અને પ્રિયંકાના વીડિયોને મિલાવી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અભિનેત્રીએ કંઈક આવુ આપ્યુ રિએક્શન

આ વીડિયોએ ‘સૂઈ ધાગા'માં અનુષ્કાના કો એક્ટર વરુણ ધવનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. વરુણે આ વીડિયો શેર કરતા લખ્યુ, ‘મીમ્સકી રાની મમતા, હાહાહા.' વરુણના આ ટ્વિટ પર અનુષ્કા શર્માએ પણ રિએક્શન આપ્યુ છે. અનુષ્કાને પણ આ મીમ ઘણુ પસંદ પડ્યુ અને તેણે લખ્યુ, ‘સુપર્બ.'

મેક ઈન ઈન્ડિયા પર આધારિત છે ફિલ્મ

મેક ઈન ઈન્ડિયા પર આધારિત છે ફિલ્મ

અનુષ્કા શર્મા અને વરુણ ધવનની બહુચર્ચિત ફિલ્મ ‘સૂઈ ધાગા' 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા પર આધારિત છે. ફિલ્મનું નિર્દેશન શરત કટારિયા કરી રહ્યા છે. નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલી ફિલ્મ ‘દમ લગાકે હઈશા' નું નિર્દેશન પણ શરત કટારિયાએ જ કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X