મૈં તેરા હીરો : બૅંકૉકમાં વરુણ-નરગિસ-એવલીન-ઇલિયાનાની મસ્તી
મુંબઈ, 14 ઑક્ટોબર : સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ વરુણ ધવન તથા રૉકસ્ટાર ગર્લ નરગિસ ફખરીએ બૅંકૉમાં મૈં તેરા હીરો ફિલ્મના શૂટિંગ કરી રહ્યાં છે. આ જોડીએ સ્વીકાર કર્યું છે કે શૂટિંગનો અનુભવ મજાનો રહ્યો.
ડેવિડ ધવન દિગ્દર્શિત મૈં તેરા હીરો ફિલ્મનું આ શિડ્યુઅલ સોમવારે સમ્પન્ન થઈ ગયું. નરગિસે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું - મૈં તેરા હીરોના સેટ પર છેલ્લો દિવસ. બહુ ખરાબ લાગી રહ્યું છે. અહીં બહુ મજા પડી ગઈ. સૌને પ્રેમ. ફિલ્મની ટીમ અને કલાકારો સહિત શું યાદગાર ટીમ હતી!
પહેલી વાર પિતા ડેવિડ ધવન સાથે કામ કરતાં વરુણ ધવને પણ હેલીકૉપ્ટરની એક ફોટો શૅર કરી. ફોટોમાં ફિલ્મના એક્શન દૃશ્યનો મહત્વનો ભાગ છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડ પ્રવેશ કરનાર વરુણ ધવન કહે છે - મૈં તેરા હીરોમાં એક્શન દૃશ્ય કરવા માટે તેઓ ખાસ તાલીમમાંથી પસાર થયા હતાં. તેઓ ઉત્સાહિત છે.

અનુપમનો બંગલો
મૈં તેરા હીરોમાં અનુપમ ખેરનો આ બંગલો છે કે જે બૅંકૉક ખાતેના શૂટિંગ દરમિયાન ઊભુ કરવામાં આવ્યું છે.

અનુપમની કાર
મૈં તેરા હીરોમાં અનુપમ ખેરની આ કાર છે.

ખાસ રોલ
મૈં તેરા હીરો ફિલ્મમાં અનુપમ ખેર ખાસ અને મહત્વના રોલમાં છે.

ઇલિયાના
બૅંકૉક ખાતે શૂટિંગ દરમિયાન ઇલિયાના ડીક્રૂઝ.

ઇલિયાના-નરગિસ
મૈં તેરા હીરો ફિલ્મના બૅંકૉક ખાતે શૂટિંગ દરમિયાન ઇલિયાના ડીક્રૂઝ તથા નરગિસ ફખરી.

વરુણ-અનુપમ
બૅંકૉક ખાતે મૈં તેરા હીરોના શૂટિંગ દરમિયાન વરુણ ધવન અને અનુપમ ખેર.

ઇલિયાના-એવલીન
મૈં તેરા હીરો ફિલ્મમાં વરુણ ધવન અને નરગિસ ફખરી ઉપરાંત ઇલિયાના ડિક્રૂઝ, એવલીન શર્મા તથા અનુપમ ખેર પણ લીડ રોલમાં છે.

એક્શન દૃશ્યોનું શૂટિંગ
વરુણ ધવને ટ્વીટ કર્યું - આ શિડ્યુઅલ ખતમ થતા અગાઉ પોતાના એક્શન દૃશ્યોનું શૂટિંગ પૂર્ણ કર્યું.

એપ્રિલમાં રિલીઝ
મૈં તેરા હીરો ફિલ્મ એપ્રિલ-2014માં રિલીઝ થવાની છે.

હવે લંડનમાં
ફિલ્મનું અત્યાર સુધીનું શૂટિંગ બૅંકૉક ખાતે થયુ હતું. હવે આગામી શૂટિંગ લંડન ખાતે થવાનું છે.












Click it and Unblock the Notifications
