Pics : રેડલાઇટ એરિયામાં ફિલ્મનું પ્રમોશન કરતાં વીણા
મુંબઈ, 21 મે : વેશ્યાવૃત્તિ કે દેહવ્યાપાર જેવો વિષય ફિલ્મો બનાવવા માટે ખૂબ જ સારો કહેવાય છે. બૉલીવુડ ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકોએ આ વિષય ઉપર અનેક ફિલ્મો પણ બનાવી છે, પરંતુ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા માટે કોઇએ પણ રેડલાઇટ એરિયાની પસંદગી કરી નથી. પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે આવી જ એક પહેલ કરી છે.
વીણા મલિક તાજેતરમાં જ પહોંચ્યા મુંબઈના કમાટીપુરા ખાતે આવેલ રેડલાઇટ એરિયામાં. પોતાની આવનારી ઝિંદગી 50 50 ફિલ્મના પ્રમોશન માટે વીણા મલિક ફિલ્મના કો-સ્ટાર રાજન વર્મા સાથે મુંબઈના સૌથી જૂના અને એશિયાના બીજા સૌથી મોટા રેડલાઇટ એરિયામાં પહોંચ્યાં. વીણા મલિકે પોતાની ફિલ્મનું પ્રમોશન સેક્સ વર્કર મહિલાઓ સમક્ષ કરી.
આવો તસવીરોમાં જોઇએ રેડલાઇટ એરિયામાં સેક્સ વર્કરો વચ્ચે વીણા મલિક-રાજન વર્મા.

રેડલાઇટ એરિયામાં વીણા
વીણા મલિકે જણાવ્યું - કમાટીપુરાની મુલાકાત મોટો અનુભવ છે. ઝિંદગી 50 50 ફિલ્મમાં સેક્સ વર્કરની ભૂમિકા ભજવતા વીણાએ જણાવ્યું કે વાસ્તવિકતા દુનિયા જોવી મહત્વનું છે.

રેડલાઇટ એરિયામાં વીણા
વીણાએ જણાવ્યું કે સેક્સ વર્કરો સમાજનો જ એક ભાગ છે અને તેમની સાથે આભડછેટ રાખવી અન્યાયકારી ગણાય.

રેડલાઇટ એરિયામાં વીણા
ઝિંદગી 50 50 ફિલ્મમાં વીણા મલિક માધુરી નામની વેશ્યાનો રોલ કરી રહ્યાં છે.

રેડલાઇટ એરિયામાં વીણા
વીણા મલિકે આ પ્રસંગે સેફ સેક્સ અંગે જાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કર્યો.

રેડલાઇટ એરિયામાં વીણા
ફિલ્મમાં રિક્શા ડ્રાઇવરનો રોલ કરતાં રાજન વર્માએ પણ રેડલાઇટમાં આવી ખુશી વ્યક્ત કરી. આ ફિલ્મ 24મી મેના રોજ રિલીઝ થાય છે.












Click it and Unblock the Notifications
