For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સો ચુંબનોનો રેકૉર્ડ બનાવી જન્મ દિવસ ઉજવશે વીણા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ફેબ્રુઆરી : પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનો આજે 29મો જન્મ દિવસ છે. પોતાના જીવનના 29 વર્ષ પૂર્ણ કરનાર વીણા મલિક આજે અનોખો રેકૉર્ડ સર્જવાની તૈયારીમાં છે.

veenamalik

વીણા આજે એક મિનિટમાં સો ચુંબનોનો રેકૉર્ડ બનાવવાની ફિરાકમાં છે, પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે વીણાને અચાનક આવી વિચિત્ર વાત કેમ સુઝી? આખરે તેઓ આવું કરી શું સાબિત કરવા માંગે છે? શું તેમને લાગે છે કે આ રીતે નગ્નતાનો નાચ કરી તેઓ દોલત-શહોરત કમાવી લેશે કે પછી તેમને એમ લાગે છે કે બૉલીવુડમાં હૉટ દેખાઈને જ હિટ થઈ શકાય છે? અથવા તેમના દિમાગમાં એ વાત ચાલી રહી છે કે સિનેમામાં હિટ થવા માટે અશ્લીલતા મૂળ મંત્ર છે. અભિનય કરતાં લોકો જિસ્મનું પ્રદર્શન વધુ પસંદ કરે છે?

હવે વીણા મલિકના મગજમાં શું ચાલે છે, તે તો વીણા જ જાણે, પરંતુ તેમનું બેધડક અશ્લીલ અભિયાન ચાલુ છે.

આપને જણાવી દઇએ કે વીણાનો જન્મ 26 ફેબ્રુઆરી, 1984ના રોજ પાકિસ્તાનમાં રાવલપિંડી ખાતે થયો હતો. વીણા મલિક આજે 29 વર્ષના થઈ ગયાં અને આજના દિવસે તેમને એક મિનિટમાં સોથી વધુ લોકો લિપલૉક કરશે અને ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવાનો પ્રયત્ન કરશે. આ સો લોકો તેમની આવનાર ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સ-બૉલીવુડ હંટના પ્રતિસ્પર્ધીઓ હશે. હંટના નિર્માતા સતીશ રેડ્ડી અને દિગ્દર્શક હારૂન રાશિદ છે.

એમ તો વીણા મલિક હાલ આવા જ આશ્ચર્યજનક કાર્યો કરી રહ્યાં છે. તેમની જેટલી ફિલ્મો આવી રહી છે, તે પછી રામ ગોપાલ વર્માની ઝિંદગી 50-50 હોય કે પછી મુંબઈ 125 કિમી, દરેક ફિલ્મમાં તેમના બૅકલેસ, લિપલૉક તથા ઇંટીમેટ સીન્સ છે. હવે આ રીતે વીણા અશ્લીલતાના દેવી બની રહ્યાં છે.

English summary
Hot Birthday Girl Pakistani Actress Veena Malik ready to Kiss 100 times in 1 minute Today But What Is the reason behind this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X