શોલેના ‘કાલિયા' અને દિગ્ગજ અભિનેતા વીજૂ ખોટેનુ મુંબઈમાં નિધન

પોતાના સમયની બ્લોક બસ્ટર ફિલ્મ ‘શોલે'માં કાલિયાની ભૂમિકા નિભાવનાર દિગ્ગજ અભિનેતા વીજૂ ખોટેનુ મુંબઈમાં નિધન થઈ ગયુ છે.

પોતાના સમયની બ્લોક બસ્ટર ફિલ્મ 'શોલે'માં કાલિયાની ભૂમિકા નિભાવનાર દિગ્ગજ અભિનેતા વીજૂ ખોટેનુ મુંબઈમાં નિધન થઈ ગયુ છે. વીજૂ ખોટે 77 વર્ષના હતા. ફિલ્મ શોલેમાં તેમની ભૂમિકા ઘણી છવાઈ ગઈ હતી. ફિલ્મમાં તેમના ડાયલૉગ "સરદાર, મેને આપકા નમક ખાયા હે" આજે પણ લોકોમાં યાદગાર છે. આ ઉપરાંત ફુલ્મ 'અંદાજ અપના અપના'માં તેમણે રૉબર્ટની ભૂમિકા નિભાવીને દર્શકોને ઘણા હસાવ્યા હતા. વીજૂ ખોટેએ હિંદી ફિલ્મોની સાથે સાથે મરાઠી અને બીજી ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ.

પોતાના ઘરે લીધા અંતિમ શ્વાસ

પોતાના ઘરે લીધા અંતિમ શ્વાસ

છેલ્લા ઘણા સમયથી તે બિમાર હતા. પરિવારના સભ્યોએ જણાવ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ થઈ જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની તબિયતમાં સુધો થતા તેમને ઘરે લાવવામાં આવ્યા. ત્યારબાદ ફરીથી તેમની તબિયત બગડી ગઈ. વીજૂ ખોટેના અંતિમ સંસ્કાર દક્ષિણ મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં આજે સવારે 11.30 વાગે કરવામાં આવશે.

શોલેના કાલિયાથી મળી ઓળખ

શોલેના કાલિયાથી મળી ઓળખ

વીજૂ ખોટેએ શોલે, અંદાજ અપના અપના ઉપરાંત ચાઈનાગેટ, મેલા, નગીના, અતિથિ તુમ કબ આઓગે અને ગોલમાલ 3 સહિત ઘણી હિંદી ફિલ્મોમાં કામ કર્યુ. જો કે તેમને ઓળખ મળી ફિલ્મ શોલેના કાલિયાની ભૂમિકાથી.

મરાઠી ફિલ્મોમાં પણ કર્યુ કામ

મરાઠી ફિલ્મોમાં પણ કર્યુ કામ

વીજૂ ખોટેના નિધન પર બોલિવુડની મોટી હસ્તીઓ ઉપરાંત તેમના પ્રશંસકોએ પણ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યુ છે. વીજૂ ખોટેએ હિંદી ફિલ્મો સાથે મરાઠી અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. અમુક ફિલ્માં તેમણે નકારાત્મક ભૂમિકાઓ નિભાવી અને સાબિત કર્યુ કે તે કોઈ પણ પ્રકારની ભૂમિકા ખૂબ સરસ રીતે કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X