વિકી અને કેટ પહલી વાર ફિલ્મફેરમાં રેડ કાર્પેટ પર સાથે જોવા મળ્યા
વિકી કૌશલ અને કૈટરીના કૈફ બંને જોડે લગ્ન બાદ પહેલી વાર કોઇ એવૉર્ડ ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ એવોર્ડ ઇવેન્ટમાં વિકી કૌશલ અને કૈટ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા. ફિલ્મ ફેર એવૉર્ડમાં વિકી કૌશલને તેની ફિલ્મ ઉધમ સિંઘમાં આપેલ
વિકી કૌશલ અને કૈટરીના કૈફ બંને જોડે લગ્ન બાદ પહેલી વાર કોઇ એવૉર્ડ ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ એવોર્ડ ઇવેન્ટમાં વિકી કૌશલ અને કૈટ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા. ફિલ્મ ફેર એવૉર્ડમાં વિકી કૌશલને તેની ફિલ્મ ઉધમ સિંઘમાં આપેલા બેસ્ટ પર્ફરમન્સ માટે એવૉર્ડ મળ્યો હતો.

આ પહેલા વિકી કૌશલ ક્યારે રેડ કાર્પેટ પર હાથમાં હાથ નાખઈને કેટરિના કૈફ સાથે નથી ચાલ્યો. વિકી કૈટરીનાને લીડ કરી રહ્યો હતો. કૈટરીના કૈફ ખુલા હેરસ્ટાઇલમાં સાડી સાથે સુંદર લાગતી હતી. બોલિવૂડ કપલ સાથે હાથમાં હાથ નાખીને બેઠા હતા. તેની સાથે તેનો ભાઇ શની કૌશલ પણ હતો.
ફિલ્મફેર એવૉર્ડ નાઇટમાં વિકી કૌશલે પરફોર્મન્સ પણ આપ્યું હતુ તેના પર્ફોર્મન્સ દરમિયાન તે કેટરીના કૈફ અને તેના ભાઇ પાસે પણ જાય છે. કૈટ વિકીને ચિયર કરતી જોવા મળી હતી. વિકીને સરદાર ઉધમ માટે બેસ્ટ ક્રિટિક્સનો એવૉર્ડ મળતા વિકીએ કેટનો આભાર માનતા કહ્યું હતુ કે, I LOVE YOU વાઇફ તુ મારી લાઇફમાં ઘણી ખુશીઓ લઇને આવી છે. તેણે પોતાના પરીવારના તમામ સભ્યોનો પણ આભાર માન્યો હતો.
વિકીએ પોતાની ફિલ્મ માટે તમામ લોકોનો આભાર માન્યો હતો જે આ ફિલ્મ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને તેણે ઇરફાન ખાનને યાદ કર્યો હતો. તેના આ પરફોર્મન્સમાં તેનો પણ આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
