Video : સરોગસીથી માં બનવા જઈ રહી છે દીપિકા પાદુકોણ? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
આ દિવસોમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણ પ્રેગનન્ટ હોવાના અહેવાલ છે. જો કે હવે એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે દીપિકા પાદુકોણ સરોગસીથી માં બનવા જઈ રહી છે.
દીપિકા પાદુકોણે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં તેના ઘરે એક નવા મહેમાનની એન્ટ્રી થવાની છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં તેની ડિલિવરી થશે.

દીપિકા પાદુકોણ તેના પ્રેગ્નન્સીના દિવસોમાં પણ દરરોજ સ્પોટ થતી રહે છે. ચાહકો દરેક વીડિયોમાં તેના બેબી બમ્પને જોવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ દરેક વખતે તે ઢીલા કપડા પહેરેલી જોવા મળે છે. જે બાદ ફેન્સે સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે કે જો એક્ટ્રેસનું બેબી બમ્પ દેખાતું નથી તો તેનો અર્થ એ છે કે તે પ્રેગ્નન્ટ નથી.
હાલમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બેબીમૂન માટે વેકેશન પર ગયા હતા. જ્યાંથી તેઓ બુધવારે સાંજે પરત ફર્યા. આ દરમિયાન અભિનેત્રી તેની કારમાંથી બહાર મોટી ટી-શર્ટમાં જોવા મળી હતી. દીપિકાએ બ્લેક શેડ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. દીપિકાએ પૈપ્સના કેમેરા પર હાથ મૂક્યો અને પોતાને કેમેરાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો.
એક તરફ ફેન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને જોઈને ખુશ હતા તો બીજી તરફ કેટલાક ફેન્સ એક્ટ્રેસની પ્રેગ્નન્સી પર સવાલો ઉઠાવવા લાગ્યા. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, મને નથી લાગતું કે તે પ્રેગ્નેન્ટ છે. એ કે લખ્યું કે, હું તેના બેબી બમ્પને શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. અન્ય એકે લખ્યું કે, તેમને ચોક્કસપણે સરોગસીની મદદથી બાળક થશે કારણ કે દીપિકા તેના ફિગરને બગાડવા માંગતી નથી. અન્ય યુઝરે લખ્યું કે, તે ચોક્કસપણે પ્રેગનન્ટ નથી. આ સરોગસી દ્વારા થશે.
જણાવી દઈએ કે, હાલમાં જ રણવીર સિંહે દીપિકા પાદુકોણ સાથેના લગ્નની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી હતી. જે બાદ તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા.
ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે બંને અલગ થવા જઈ રહ્યા છે. જો કે, માહિતી અનુસાર, અભિનેતાએ ફોટો ડિલીટ કર્યો નથી પરંતુ તેને ઇન્સ્ટાગ્રામ પરથી આર્કાઇવ કર્યો છે. હાલમાં બંને વચ્ચે બધુ બરાબર છે.












Click it and Unblock the Notifications
