Viral Video: પ્રિયંકા-નિક સાથે રિસેપ્શનમાં હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદી

પ્રિયંકા-નિકના દિલ્હીમાં યોજાયેલા રિસેપ્શનમાં પીએમ મોદીએ નવદંપત્તને અભિનંદન પાઠવ્યા અને તેમની સાથે હસી મજાકના મૂડમાં જોવા મળ્યા.

પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસે જોધપુરમાં બે રીત રીવાજથઈ લગ્ન કર્યા બાદ મંગળવારે પહેલુ રિસેપ્શન દિલ્હીમાં આપ્યુ. આ રિસેપ્શનમાં નિક અને પ્રિયંકાના દોસ્તોને આમંત્રણ આપવામાં આવ્યુ આ જશ્ન ત્યારે ખાસ થઈ ગયો જ્યારે પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા. તેમણે પ્રિયંકા અને નિકને જિંદગીની નવી શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા અને કપલ સાથે ફોટો પણ પડાવ્યો. આ દરમિયાન તેઓ પ્રિયંકા-નિક સાથે હસી મજાક કરતા પણ જોવા મળ્યા.

પ્રિયંકા અને નિક સાથે હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદી

પ્રિયંકા અને નિક સાથે હસી મજાકના મૂડમાં દેખાયા પીએમ મોદી

આ દરમિયાન કંઈક એવુ પણ થયુ જે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયુ છે. વાસ્તવમાં, જ્યારે પીએમ મોદી રિસેપ્શનમાં પહોંચ્યા તો પ્રિયંકાની સાસુ એટલે કે ડેનિસ જોનાસને હાથ જોડીને પ્રણામ કર્યુ અને બાદમાં તેમણે પ્રિયંકા તેમના પતિ નિક જોનસ, સાસુ ડેનિસ, મા મધુ ચોપડા અને ભાઈ સિદ્ધાર્થ ચોપડા સાથે ફોટો માટે પૉઝ પણ આપ્યા.

પીસી અને મોદીજી હસ્યા પરંતુ નિકને કંઈ સમજાયુ નહિ

પીસી અને મોદીજી હસ્યા પરંતુ નિકને કંઈ સમજાયુ નહિ

બાદમાં મોદી અને પ્રિયંકા વચ્ચે કંઈ વાત થઈ ત્યારબાદ બંને હસી પડ્યા. જો કે પ્રિયંકાના પતિ નિક જોનસને કદાચ એ સમજાયુ નહિ કે તેઓ શું વાત કરી રહ્યા છે એટલા માટે તે ક્યારેક પ્રિયંકાના મોઢા સામે જોતા તો ક્યારેક મોદીના ચહેરા તરફ જોતા. જો કે પીસીને હસતી જોઈ તે પણ હસી પડ્યા.

રિસેપ્શનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

રિસેપ્શનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

પ્રિયંકા અને નિકના પહેલા રિસેપ્શનના ફોટા હાલમાં સોશિયલ મીડયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ રિસેપ્શનમાં પ્રિયંકાનો દેસી અવતાર દેખાયો. જ્યાં તે ઓફ વ્હાઈટ કલરના લહેંગામાં જોવા મળી. વળી, નિક જોનસે સૂટ પેંટ પહેર્યુ હતુ. ખાસ વાત એ હતી કે નિકની મા, પિતા અને ભાભી પણ પારંપરિક ભારતીય અંદાજમાં જોવા મળ્યા.

આગામી વેડિંગ રિસેપ્શન મુંબઈમાં થશે

આગામી વેડિંગ રિસેપ્શન મુંબઈમાં થશે

તમને જણાવી દઈએ કે 1 અને 2 ડિસેમ્બરે લગ્ન કરી ચૂકેલ પ્રિયંકા અને નિકનું વેડિંગ રિસેપ્શન 4 ડિસેમ્બરે નવી દિલ્હીના તાજ પેલેસ હોટલમાં થયુ. રિસેપ્શનમાં પીસીના સાસરિયા પણમ દેસી અંદાજમાં જોવા મળ્યા. પ્રિયંકાની દેરાણી સોફી ટર્નર પણ પીચ કલરનો લહેંગો પહેર્યો છે તો વળી તેના સાસુએ ઈન્ડિયન સ્ટાઈલનું ગાઉન પહેર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X