Video: ઋષિ કપૂરએ મીડિયા પર ઉઠાવ્યો હાથ..
પહેલીવાર આવું નથી બન્યું કે કોઈ સ્ટારે ફેન્સ કે મીડિયા પર હાથ ઉઠાવ્યો હોય. આવું પહેલા પણ બની ચૂક્યું છે. તાજા ખબર અનુસાર એક વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. જ્યાં ઋષિ કપૂર અને તેમના ભાઈ રણધીર કપૂર ગણપતિ વિસર્જન દરમિયાન મીડિયા પર હાથ ઉઠાવતા જોવા મળ્યા.
આ વીડિયોમાં તમે સાફ સાફ જોઈ શકો છો કે રણધીર કપૂર એક રિપોર્ટરને થપ્પડ મારી રહ્યા છે. જે તેમની પાસે ઓડિયો બાઈટ લેવા ગયો હતો અને ઋષિ કપૂરએ પણ એક વ્યક્તિને ધક્કો મારી દીધો.

પરંતુ સવાલ એ પણ છે કે આટલી ભીડની વચ્ચે કોઈ સ્ટારને ઘેરીને તેમની પાસે સેલ્ફીની ઝિદ કરવી કેટલું યોગ્ય છે? અહીં તમે જોઈ શકો છો કે ગણપતિ વિસર્જન દરમિયાન બધા જ લોકો જલ્દી જલ્દી બહાર નીકળવા માંગે છે. તેવામાં મીડિયાએ કપૂર ભાઈઓને ઘેરી લીધા.
પરંતુ એ પણ સત્ય છે કે સ્ટારએ પોતાનો ગુસ્સો કાબુમાં રાખવો જોઈએ. આ પહેલીવાર નથી બન્યું કે ઋષિ કપૂરએ પોતાનો ગુસ્સો આ રીતે કાઢ્યો હોય. તો જુઓ આ વીડિયો...












Click it and Unblock the Notifications
