Video : મોત પહેલા થાઈલેન્ડ કેમ ગઈ હતી પૂનમ પાંડે? વીડિયોમાં થયો ખુલાસો
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેના મોતના સમાચારોએ પુરા બોલિવૂડને હલાવ્યુ છે. સર્વાઈકલ કેન્સરના કારણે પૂનમ પાંડેનું મોત થયુ. હવે ખુલાસો થયો છે કે મોતના થોડા સમય પહેલા તે થાઈલેન્ડ ગઈ હતી.
32 વર્ષની પૂનમ પાંડેના નિધનના સમાચારે સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી બધાને ચોંકાવ્યા છે. પૂનમ પાંડેની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં હાર્યા બાદ 1 ફેબ્રુઆરી 2024 ની રાત્રે તેનું મૃત્યુ થયું. પૂનમ પાંડેની ટીમે જણાવ્યું કે અભિનેત્રીએ તેના વતન કાનપુરમાં અંતિમ શ્વાસ લીધા.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકો પૂનમ પાંડે વિશે વિવિધ વાતો કરી રહ્યા છે. પૂનમ પાંડેના ઘણા વીડિયો પણ હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આમાંનો એક વીડિયો પૂનમ પાંડેનો થાઈલેન્ડની મુલાકાતનો છે.
જણાવી દઈએ કે પૂનમ પાંડે આ વખતે પોતાનું નવું વર્ષ ઉજવવા થાઈલેન્ડ પહોંચી હતી અને તેના મૃત્યુ બાદ તેનો થાઈલેન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પૂનમ પાંડેની પોતાની યુટ્યુબ ચેનલ છે, જેના પર અભિનેત્રી વ્લોગ દ્વારા તેના ચાહકોને તેના જીવનની અપડેટ આપતી રહી છે. તેની યુટ્યુબ ચેનલનું નામ પૂનમ પાંડે ટીવી છે. તેણે પોતાનો થાઈલેન્ડનો વીડિયો આ ચેનલ પર શેર કર્યો છે.
આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પૂનમ પાંડે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને થાઈલેન્ડથી પરત આવ્યા બાદ તેના કેન્સરની ખબર પડી હતી.
પૂનમ પાંડેના મેનેજરે અભિનેત્રીના મૃત્યુની પુષ્ટિ કરી છે. પૂનમ પાંડેની મેનેજર પારુલ ચાવલાએ મીડિયાને જણાવ્યું કે, થોડા સમય પહેલા અભિનેત્રીને સર્વાઈકલ કેન્સરના છેલ્લા સ્ટેજનું નિદાન થયું હતું.
તેને થોડા સમય પહેલા કેન્સર હોવાનું નિદાન થયું અને ત્યાં સુધીમાં તે છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું હતું. મૃત્યુ સમયે તે તેના વતન ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં હતી. તેમના અંતિમ સંસ્કાર ત્યાં થઈ શકે છે.












Click it and Unblock the Notifications
