સિદ્ધાર્થ સાથે લગ્નગ્રંથિથી જોડાશે વિદ્યા
મુંબઈ, 16 નવેમ્બર : બૉલીવુડની સુંદર અને સફળ અભિનેત્રીઓમાંના એક વિદ્યા બાલન ટુંકમાં જ લગ્નગ્રંથિથી જોડાનાર છે. આ વર્ષે અત્યાર સુધી બૉલીવુડની અનેક અભિનેત્રીઓએ પોતાના જીવનની બીજી ઇનિંગ શરૂ કરી છે. હવે વિદ્યા પણ તેવી અભિનેત્રીઓમાં જોડાનાર છે. કહેવાય છે કે આ વર્ષના અંત સુધી વિદ્યા બાલન અને યૂટીવીના પ્રમુખ સિદ્ધાર્થ રાય કપૂર એક-બીજા સાથે ચોરીના ફેરા ફરી લેશે.
મળતી માહિતી પ્રમાણે વિદ્યા-સિદ્ધાર્થના લગ્ન તામિળ રીત-રિવાજ મુજબ થશે. કરીના કપૂરની જેમ આ લગ્ન પણ આ વર્ષના ચુપકે-ચુપકે થતાં લગ્નોમાંના એક બનશે કારણ કે લગ્ન અંગે વિદ્યા તથા સિદ્ધાર્થ બંનેએ મૌન ધારણ કરી રાખ્યું છે. પરંતુ સમાચાર એકદમ પાક્કા છે. હવે ભલે દુલ્હા-દુલ્હન આ અંગે કોઈ કૉમેન્ટ ના પણ કરે, તોય સમાચારની સત્યતા ઉપર કોઈ પ્રકારની શંકાની શક્યતા જ નથી.
ઉલ્લેખનીય છે કે વિદ્યા અને સિદ્ધાર્થ છેલ્લા બે વર્ષોથી એક-બીજાની સાથે છે, પરંતુ તેમણે ક્યારેય પોતાના સંબંધો અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.
હાલ વિદ્યા અને સિદ્ધાર્થના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિદ્યાના લગ્નના જોડાની સમગ્ર જવાબદારી ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ઉપાડી છે. એક લીડિંગ ન્યુઝપેપરના જણાવ્યા મુજબ સબ્યસાચીના એક સ્ટાફ મેમ્બરે જણાવ્યું કે વિદ્યાએ તેમને 18 સાડીઓનો ઑર્ડર આપ્યો છે. તેમાંથી બે સાડીઓ દુલ્હન માટે છે. કહેવાય છે કે વિદ્યા બાલન દિવસમાં લગ્ન કરશે અને તામિળ રીતિ-રિવાજ મુજબ. તો આપ પણ વનઇન્ડિયા સાથે જોડાયેલા રહો અને ટુંકમાં જ જોડાઓ આ લગ્નમાં.