Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘનચક્કર માટે સુવર્ણ મંદિરમાં અરદાસ કરતાં વિદ્યા

મુંબઈ, 26 જૂન : વિદ્યા બાલન લગ્ન બાદ આવી રહેલી પોતાની પ્રથમ ફિલ્મ ઘનચક્કરના પ્રમોશન માટે પૂરા ઘનચક્કર બની ગયા બાદ હવે ઈશ્વરના શરણે પહોંચ્યાં છે. વિદ્યાએ તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે જઈ સુવર્ણ મંદિરમાં ખાસ અરદાસ કરી અને ઘનચક્કરની સફળતા માટે દુઆ માંગી.

vidya-ghanchakkar

રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ઘનચક્કર ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે અને વિદ્યા તથા તેમના કો-સ્ટાર ઇમરાન હાશમીએ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ છોડી નથી. તેમણે વિવિધ ટેલીવિઝન શોમાં ફિલ્મનું પ્રમોશન કર્યું, તો વિવિધ હોટેલ અને મૉલ્સમાં જઈને પણ પોતાની આ ફિલ્મનું પ્રચાર કર્યું.

દરમિયાન વિદ્યા બાલન તાજેતરમાં જ પંજાબમાં અમૃતસર ખાતે આવેલ સુવર્ણ મંદિર પહોંચ્યાં. વિદ્યાએ સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું અને ઘનચક્કર ફિલ્મની સફળતા માટે અરદાસ કરી.

વિદ્યા-ઇમરાન પહેલી વાર કૉમેડી ફિલ્મમાં આવી રહ્યાં છે. ફિલ્મના નિર્માતા વિદ્યાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર છે. ઇમરાન હાશમી અગાઉ મર્ડર, ઝહર, કલયુગ, ગૅંગસ્ટર, ઝન્નત, રાઝ દ મિસ્ટ્રી કંટીન્યૂઝ, વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ તથા ઝન્નત 2માં નેગેટિવ રોલમાં દેખાઈ ચુક્યાં છે. બીજી બાજુ વિદ્યા બાલન પણ કહાની અને ધ ડર્ટી પિક્ચર જેવી ગંભીર ફિલ્મો કરી ચુક્યાં છે. બંનેની આ પ્રથમ કૉમેડી ફિલ્મ ઘનચક્કર આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X