Pics : વુમન આઇકૉન વિદ્યા બાલન મહિલા દિવસે સ્ટાર પ્લસ પર!
મુંબઈ, 4 માર્ચ : બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન રૂપેરી પડદે એક દબંગ મહિલા તરીકે જાણીતા રહ્યાં છે. તેમની મોટાભાગની હિટ ફિલ્મોમાં વિદ્યા બાલન એક દબંગ, લડાયક અને સંઘર્ષશીલ યુવતી કે સ્ત્રી તરીકે દેખાતા રહ્યાં છે અને કદાચ તેથી જ વિદ્યાને મહિલા કેન્દ્રિત જાહેરાત હોય કે પછી કાર્યક્રમ હોય, તેમાં મહત્વ અપાતું હોય છે.
સરકાર તરફથી પણ ઘરમાં શૌચાલય બનાવવા અંગેની જાહેરાતમાં વિદ્યા બાલન દેખાય છે કે જે એક શિક્ષિત વહુ તરીકે ઘરમાં પહેલા શૌચાલય હોવાની હિમાયત કરતા દેખાય છે. વિદ્યાની ફિલ્મી સફર ઉપર નજર કરીએ, તો તેમની કેટલીક ફિલ્મોમાં મહિલા શક્તિને ઉપસાવવાના પ્રયત્નો થયાં છે. તેવી ફિલ્મોમાં નો વન કિલ્ડ જેસિકા, કહાની તથા ધ ડર્ટી પિક્ચરનો સમાવેશ કરી શકાય છે. જોકે તેઓ મસાલા-ફિલ્મો પણ કરે છે કે જેમાં ઘનચક્કર અને તાજેતરમાં રિલીઝ થયેલી શાદી કે સાઇડ ઇફેક્ટ્સ સામેલ છે.
હવે જ્યારે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની તૈયારી કરાતી હોય, ત્યારે વિદ્યાને કેવી રીતે ભુલાય? એટલે જ તો સ્ટાર પ્લસ જેવી ચૅનલે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિદ્યા બાલન સાથે કરવાનો નિર્ણય કર્યો છે. સ્ટાર પ્લસ ઉપર 8મી માર્ચે બપોરે 1 વાગ્યે આ કાર્યક્રમ પ્રસારિત થનાર છે.
ચાલો જોઇએ વિદ્યા બાલને આ કાર્યક્રમ માટે કરાવેલ ફોટોશૂટની તસવીરો :

દબંગ અભિનેત્રી
બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન રૂપેરી પડદે એક દબંગ મહિલા તરીકે જાણીતા રહ્યાં છે.

મહિલા કેન્દ્રિત ફિલ્મો
વિદ્યાની મોટાભાગની હિટ ફિલ્મોમાં વિદ્યા બાલન એક દબંગ, લડાયક અને સંઘર્ષશીલ યુવતી કે સ્ત્રી તરીકે દેખાતા રહ્યાં છે.

વિદ્યાને જ મહત્વ
કદાચ તેથી જ વિદ્યાને મહિલા કેન્દ્રિત જાહેરાત હોય કે પછી કાર્યક્રમ હોય, તેમાં મહત્વ અપાતું હોય છે.

સરકારી જાહેરખબરમાં વિદ્યા
સરકાર તરફથી પણ ઘરમાં શૌચાલય બનાવવા અંગેની જાહેરાતમાં વિદ્યા બાલન દેખાય છે કે જે એક શિક્ષિત વહુ તરીકે ઘરમાં પહેલા શૌચાલય હોવાની હિમાયત કરતા દેખાય છે.

કહાની-ડર્ટી પિક્ચર
વિદ્યાની ફિલ્મી સફર ઉપર નજર કરીએ, તો તેમની કેટલીક ફિલ્મોમાં મહિલા શક્તિને ઉપસાવવાના પ્રયત્નો થયાં છે. તેવી ફિલ્મોમાં નો વન કિલ્ડ જેસિકા, કહાની તથા ધ ડર્ટી પિક્ચરનો સમાવેશ કરી શકાય છે.

મસાલા ફિલ્મો પણ
જોકે તેઓ મસાલા-ફિલ્મો પણ કરે છે કે જેમાં ઘનચક્કર અને તાજેતરમાં રિલીઝ થયેલી શાદી કે સાઇડ ઇફેક્ટ્સ સામેલ છે.

મહિલા દિવસે વિદ્યાની માંગ
હવે જ્યારે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની તૈયારી કરાતી હોય, ત્યારે વિદ્યાને કેવી રીતે ભુલાય?

સ્ટાર પ્લસ પર વિદ્યા
એટલે જ તો સ્ટાર પ્લસ જેવી ચૅનલે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિદ્યા બાલન સાથે કરવાનો નિર્ણય કર્યો છે. સ્ટાર પ્લસ ઉપર 8મી માર્ચે બપોરે 1 વાગ્યે આ કાર્યક્રમ પ્રસારિત થનાર છે.












Click it and Unblock the Notifications
