Watch Video : અને વિદ્યા થઈ ગયાં સિદ્ધાર્થના
મુંબઈ, 14 ડિસેમ્બર : બૉલીવુડના સશક્ત અભિનેત્રીઓમાંના એક વિદ્યા બાલને આજે બિઝનેસ મૅન સિદ્ધાર્થ રૉય કપૂર સાથે પ્રભુતામાં પગલા માંડ્યાં. સમાચાર છે કે વિદ્યા-સિદ્ધાર્થે આજે વહેલી સવારે 4.45 વાગ્યે મુંબઈના એક મંદિરમાં લગ્ન કરી લીધાં છે.

અગાઉ સમાચાર એવા હતાં કે આ લગ્ન આજે સવારે ખૂબ ધામધૂમથી થશે, પરંતુ કદાચ કોઈ ખાસ મુહૂર્તને લીધે કાર્યક્રમમાં ફેરફાર કરાયો. લગ્ન અંગેની માહિતી મીડિયાને અપાઈ નથી. લગ્નમાં બંનેના નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજર રહ્યાં. લગ્ન બાદ રિસેપ્શન આવતીકાલે એટલે કે શનિવારે ચેન્નઈ ખાતે યોજાશે.
નોંધનીય છે કે વિદ્યા-સિદ્ધાર્થ છેલ્લા ઘણાં સમયથી ડેટિંગ કરી રહ્યા હતાં. સાથે જ તેઓ પોતાના આ સંબંધો અંગે મૌન પણ સેવતા રહ્યા હતાં. મંગળવારે બંને પહેલી વાર મીડિયા સામે આવ્યાં. તે દિવસે સંગીત સેરેમની હતી. મહેંદી સેરેમનીમાં પણ બૉલીવુડ દિવા રેખા સિવાય કોઈ દેખાયું નહીં.
વિદ્યા સિદ્ધાર્થના જીવનમાં આવનાર ત્રીજા સ્ત્રી છે. તેથી આજે લગ્ન બાદ વિદ્યા સિદ્ધાર્થના ત્રીજા પત્ની બન્યા છે. બીજી બાજુ વિદ્યાનું નામ લગ્ન પહેલાં કોઈની સાથે જોડાયું નથી. જાણવા મળે છે કે લગ્ન બાદ પણ વિદ્યા ફિલ્મોમાં કામ કરતાં રહેશે. લોકોએ વિદ્યાને તેમના નવા જીવન અંગે ટ્વિટર પર બેસ્ટ ઑફ લક કહ્યું છે અને દિલથી દુઆ આપી છે.
<center><center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="MTEyNzg5fHwyfHwxfHwxLDIsMXx8";var ven_width="405";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center></center>












Click it and Unblock the Notifications
