Amazing : બૉબી જાસૂસમાં વિદ્યા બાલને ધર્યા 12 રૂપ, જુઓ ટ્રેલર!

મુંબઈ, 28 મે : ફરી એક વાર સૌની મનપસંદ અભિનેત્રી વિદ્યા બાલન કંઇક જુદા અંદાજમાં સૌને હસાવવા અને ચોંકાવવા માટે તૈયાર છે. હા જી મિત્રો, તેમની આવનાર ફિલ્મ બૉબી જાસૂસનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે કે જેમાં વિદ્યા બાલનને જોઈ આપ મોંમાં આંગળા નાંખી લેશો અને પેટ પકડીને હસવા માટે મજબૂર થઈ જશો.

બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યા બાલન એક એવી યુવતીનો રોલ ભજવી રહ્યાં છે કે જેને જાસૂસ બનવાની ધુન છે. એટલે જ તો તે ક્યારેક સાડીમાં, તો ક્યારેક ભિખારી બની, ક્યારેક મૌલાના, તો ક્યારેક હસ્ત-જ્યોતિષ બની લોકો વચ્ચે નજરે પડી રહ્યાં છે. ફિલ્મમાં વિદ્યા બાલન 12 લુકમાં દેખાશે.

સરવાળે બૉબી જાસૂસ ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે કે જેમાં કૉમેડી તથા સેક્સનો તડકો પણ છે. આ અગાઉ ફિલ્મ અંગે વિદ્યાએ જણાવ્યુ હતું - બૉબી જાસૂસ એક મહિલા જાસૂસી ફિલ્મ છે, પરંતુ આ માત્ર જાસૂસી ફિલ્મ જ નથી, બલ્કે એક માનવીય વાર્તા પણ છે. હું ઇંતેજાર કરી રહી છું કે લોકો બૉબી જાસૂસ ફિલ્મને કઈ રીતે લેશે.

નોંધનીય છે કે અભિનયમાં ઝાઝી સફળતા નહીં મેળવ્યા બાદ નિર્માતા બનનાર દીયા મિર્ઝા અને તેમના પ્રેમી સાહિલ સંઘા બૉબી જાસૂસ ફિલ્મના નિર્માતા છે. વિદ્યા પણ દીયા તથા સાહિલ આ ફિલ્મથી ખુશ છે. તેમણે દીયા અને સાહિલના ખૂબ વખાણ પણ કર્યાં છે. બૉબી જાસૂસનું નિર્માણ બૅનર બૉર્ન એંટરટેનમેંટ હેઠળ થયું છે કે જે 4થી જુલાઈએ રિલીઝ થવાની છે. વિદ્યાના એક્શન સીન્સ પણ છે આ ફિલ્મમાં કે જેના કારણે વિદ્યા ખૂબ ઉત્સાહિત છે.

જુઓ વિદ્યા બાલનના વિવિધ લુક્સ અને માણો બૉબી જાસૂસનું ટ્રેલર પણ :

જાડી મહિલા

જાડી મહિલા

વિદ્યા બાલને બૉબી જાસૂસ ફિલ્મમાં જાડી મહિલાનો રૂપ ધર્યો છે.

ભિખારી

ભિખારી

ભિખારી તરીકેનો આ વિદ્યાનો એવો રૂપ છે કે જે જોઈને કોઈ પણ કહી જ ન શકે કે આ વિદ્યા બાલન છે.

ટપોરી

ટપોરી

આ છે બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યાનો ટપોરી અંદાઝ.

મિડલ ક્લાસ મહિલા

મિડલ ક્લાસ મહિલા

બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યા એક મિડલ ક્લાસ મહિલાના રોલમાં દેખાશે.

મુસ્લિમ મહિલા

મુસ્લિમ મહિલા

મુસ્લિમ મહિલાના રૂપમાં વિદ્યા બાલન.

જ્યોતિષ

જ્યોતિષ

બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યા બાલન એક વૃદ્ધ જ્યોતિષ પણ બન્યાં છે.

દેસી ગર્લ

દેસી ગર્લ

ચિપકૂ દેસી અંદાઝમાં વિદ્યા બાલન.

સ્માર્ટ વુમન

સ્માર્ટ વુમન

ક્યાંક-ક્યાંક વિદ્યા બાલન સ્માર્ટ વુમન તરીકે પણ દેખાશે.

મૌલાના

મૌલાના

આ અંદાઝમાં પણ વિદ્યા બાલનને આપ ઓળખી નહીં શકો.

ગંદો લુક

ગંદો લુક

આ ઇમેજિન ન કરી શકો કે વિદ્યા બાલન આવા પણ દેખાઈ શકે.

ચપળ મહિલા

ચપળ મહિલા

વિદ્યા બાલન બૉબી જાસૂસમાં એક ચપળ મહિલા તરીકે દેખાશે.

વધુ એક લુક

વધુ એક લુક

બૉબી જાસૂસમાં વિદ્યા બાલનનો આ લુક પણ હશે.

માણો બૉબી જાસૂસનું ટ્રેલર

વિદ્યા બાલનના વિવિધ રૂપો જોવા માટે માણો બૉબી જાસૂસનું ટ્રેલર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X