Pics : વિદ્યા-કમલને પદ્મશ્રી, વિદ્યા બોલ્યાં - હવે ઑસ્કાર દૂર નથી!
મુંબઈ, 31 માર્ચ : બૉલીવુડના ટોચના અભિનેત્રી વિદ્યા બાલનને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મશ્રી ઍવૉર્ડ મળ્યો. આટલું મોટું સન્માન પામી વિદ્યા બાલન ખૂબ જ ખુશ છે. વિદ્યા બાલને છેલ્લા કેટલાંક વર્ષોથી બૉક્સ ઑફિસ પર સતત પોતાની બહેતરીન ફિલ્મો અને બહેતરીન અદાકારી દ્વારા લોકોનું બહુ મનોરંજન કર્યું છે. રાષ્ટ્રપતિના હસ્તે કમલ હસન પણ પદ્મશ્રી ઍવૉર્ડ વડે સન્માનિત કરાયાં.
વિદ્યા બાલનનું કહેવું છે કે તેમને વિશ્વાસ નથી થતો કે તેમની પદ્મશ્રી સન્માન માટે પસંદગી કરવામાં આવી. વિદ્યાને લાગે છે કે મહિલા કલાકાર હોવાના નાતે તેમની સામે કેટલીક સીમારેખાઓ છે. ગત મહીને જ્યારે સમાચાર આવ્યા હતાં કે વિદ્યાને પદ્મશ્રી સન્માન વડે સન્માનિત કરવામાં આવશે, ત્યારે વિદ્યા બાલનની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ હતી. વિદ્યા બાલન સાથે જ કમલ હસનને પણ પદ્મશ્રી સન્માન વડે સન્માનિત કરવામાં આવ્યાં.
ચાલો તસવીરો સાથે જોઇએ વધુ વિગતો :

સૌને મારી પર ગૌરવ
વિદ્યા બાલને મીડિયા સાથે પોતાની ખુશી શૅર કરતા જણાવ્યું કે સૌ કોઈ બહુ ખુશ છે અને સૌને મારી ઉપર ખૂબ જ ગૌરવ થઈ રહ્યો છે. મને ખૂબ જ આનંદ અનુભવાય છે.

પદ્મશ્રી સરપ્રાઇઝ
વિદ્યાએ જણાવ્યું - જ્યારે આપને કોઈ ફિલ્મ માટે ઍવૉર્ડ મળે, ત્યારે આપને નૉમિનેશનમાં સ્થાન મળે છે અને આપને લાગે છે કે આપનો પણ ચાંસ છે, પરંતુ પદ્મશ્રીમાં તો આવું કંઈ હોતુ જ નથી. આ કોઈ સરપ્રાઇઝથી કમ નથી.

હવે ઑસ્કાર દૂર નથી
વિદ્યાએ જણાવ્યું - મેં તો પદ્મશ્રી અંગે પણ નહોતું વિચાર્યું. હવે જો આ જ રીતે બહેતરીન ફિલ્મો અને પાત્ર મળતા રહ્યાં, તો ઑસ્કાર પણ દૂર નથી.

આઇફાની જ્યુરીમાં વિદ્યા
વિદ્યા બાલન બૉલીવુડના જાજરમાન અબિનેત્રી છે. થોડાક સમય અગાઉ આઇફા સમારંભમાં પણ ભારત તરફતી વિદ્યા બાલન જ્યુરીમાં સામેલ થયા હતાં.












Click it and Unblock the Notifications
