#MeToo: વિકાસ બહલની પૂર્વ પત્નીએ કંગના પર ઉઠાવ્યા સવાલ, અત્યાર સુધી ચૂપ કેમ રહી?

#MeToo: વિકાસ બહલની પૂર્વ પત્નીએ કંગના પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ ડિરેક્ટર વિકાસ બહલ પર ફેંટમ ફિલ્મની એક પૂર્વ ટીમ મેમ્બરના યૌન શોષણના આરોપ બાદ કંગના રનૌતે પણ વિકાસ બહલ પર આવા જ આરોપ લગાવ્યા હતા. કંગનાએ કહ્યું હતું કે ફિલ્મ ક્વીનના શૂટિંગ દરમિયાન વિકાસે તેને અસહજ મેહસૂસ કરાવ્યું હતું. હવે વિકાસ બહલની પૂર્વ પત્ની આ વિવાદમાં કૂદી પડી છે અને કંગના રનૌત પર તીખા આરોપ લગાવી પોતાના પૂર્વ પતિનો બચાવ કર્યો છે. વિકાસની પહેલી પત્ની રિચા દુબેએ કંગના પર #MeToo કેમ્પેઈનનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

વિકાસ બહલની પૂર્વ પત્નીએ કંગના પર ઉઠાવ્યા સવાલ

વિકાસ બહલની પૂર્વ પત્નીએ કંગના પર ઉઠાવ્યા સવાલ

ટ્વીટર પર પોતાનું નિવેદન જાહેર કરતા વિકાસ બહલની પૂર્વ પત્ની રિચા દુબેએ લખ્યું, 'હું બધી જ મહિલાઓને પૂછવા માગુ છુ કે જો એક પુરુષ તમને ખોટી રીતે અડે છે અથવા તમારી સાથે દુર્વ્યવહાર કરે છે, તો શું તમે તેની સાથે સારી મિત્રતા રાખશે? ' જે બાદ કંગના પર હુમલો કરતા રિચાએ લખ્યું કે કંગના અને વિકાસે નવેમ્બર 2015માં મધુ મેંતાના અને મસાબા ગુપ્તાના લગ્નમાં સાથે ડાંસ કર્યો તો. કંગના પર સવાલ ઉઠાવતા રિચાએ કહ્યું કે જ્યારે કંગનાને વિકાસથી એટલી તકલીફ થઈ રહી હતી તો એ સમયે અવાજ કેમ ન ઉઠાવ્યો.

કંગના અત્યાર સુધી કેમ ચૂપ રહી

કંગના અત્યાર સુધી કેમ ચૂપ રહી

રિચા દુબેએ લખ્યું કે કંગનાએ આ મામલે વિકાસ સાથે વાત કરવાને બદલે અનુરાને કેમ ફરિયાદ કરી? સમાન અધિકારને લઈને લડનારી કંગના વિકાસ મામલે કેમ ચૂપ રહી? રિચાએ કંગનાના ટ્રોફી વાઈફ વાળી વાત પર પણ નિશાન સાધ્યું, વિકાસ બહલની પૂર્વ પત્નીએ લખ્યું કે કોઈને ટ્રોફી વાઈફ કહેનાર કંગના કોણ હોય છે? તે બધી જ મહેનત કરતી મહિલાઓ છે. શું માત્ર કંગના જ કરિયર અને લાઈફને બેલેન્સ કરી શકે છે? રિચાએ કંગનાને કહ્યું કે તે પોતાના અંગત કારણો માટે વિકાસનો ઉપયોગ કરવો બંધ કરે.

વિકાસ બહલ પર યૌન શોષણનો ગંભીર આરોપ

વિકાસ બહલ પર યૌન શોષણનો ગંભીર આરોપ

જણાવી દઈએ કે ફેન્ટમ ફિલ્મના પૂર્વ ટીમ મેમ્બર દ્વારા ડિરેક્ટર વિકાસ બહલ પર લગાવેલ યૌન શોષણના આરોપો બાદ કંગના રનૌતે પણ ખુલાસો કર્યો હતો. મહિલાઓના આરોપોને સાચા ગણાવતા કંગનાએ જણાવ્યું હતું, 'વિકાસ બહલ છે જ એવો માણસ, જેને દર રાત્રે નવી છોકરી જોઈએ. 2014માં વિકાસના લગ્ન થયાં હતાં પણ તે ક્વીનના શૂટિંગ દરમિયાન રોજ રાત્રે કોઈને કોઈ નવી છોકરી સાથે સંબંધ બનાવતો હતો. હું એ સમયે જલદી ઊંઘી જતી હતી. એ મને કહેતો કે હું કૂલ નથી અને મને એન્જોય કરતા નથી આવળતું.'

કંગનાએ રિતિકને પણ આડેહાથ લીધો

કંગનાએ રિતિકને પણ આડેહાથ લીધો

કંગનાએ કહ્યું હતું કે વિકાસ જ્યારે પણ એને ગળે મળતો તો તેને જોરથી પકડી લેતો અને તેના વાળની ખુશ્બુ સુંઘવા લાગતો. કંગનાએ #MeToo પર બોલતા રિતિક પર ભડાસ કાઢી. કંગનાએ કહ્યું કે, એવા લોકો પણ છે જે છોકરીઓને પ્રેમની લાલચ આપે છે, એમની સાથે ખોટા વાયદા કરે છે, એમની સાથે લગ્નના બહાને રિલેશન બાંધે છે, આ પણ એક પ્રકારનું ઉત્પીડન જ છે, આ તે લોકો છે જે પોતાની પત્નીઓને ટ્રોફીની જેમ રાખે છે પરંતુ તેમની પીઠ પાછળ જવાન છોકરીઓ સાથે રિલેશન બનાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X