કમલના જન્મ દિવસે રિલીઝ થશે વિશ્વરૂપ 2નું ટ્રેલર
મુંબઈ, 28 ઑક્ટોબર : અભિનેતા અને ફિલ્મ નિર્માતા કમલ હસન આગામી 7મી નવેમ્બરે પોતાના જન્મ દિવસે વિશ્વરૂપ 2 ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરી શકે છે. કલમ હસને ગત વર્ષે ફિલ્મ વિશ્વરૂપનું ઑરો થ્રીડી ટ્રેલર પણ પોતાના જન્મ દિવસે જ રિલીઝ કર્યુ હતું.

તામિળ અને હિન્દી બંને ભાષામાં વિશ્વરૂપ 2ની વાર્તા કમલ હસને લખી છે અને ફિલ્મના દિગ્દર્શક પણ તે જ છે. તેમણે ફિલ્મમાં મેજર વિસામ અહમદ કાશ્મીરીની ભૂમિકા ભજવી છે. વિશ્વરૂપ 2માં અભિનેતા રાહુલ બોસ, પૂજા કુમાર, શેખર કુમાર અને એન્ડ્રિયે જેરેમિયાએ પણ કામ કર્યું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ભારતમાં જ થયું છે. અનુભવી અભિનેત્રી વહીદા રહેમાન ફિલ્મમાં કમલ હસનના માતા તરીકે નજરે પડશે.












Click it and Unblock the Notifications
