વિશ્વરૂપમ ફિલ્મમાંથી 9 મિનિટના દૃશ્યો કપાશે

મુંબઈ, 2 ફેબ્રુઆરી : વિશ્વરૂપમ અંગે ચર્ચામાં રહેલા અભિનેતા કમલ હસનની ફિલ્મ હિન્દીમાં રિલીઝ થઈ ગઈ. લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ફિલ્મ અંગે સારી પ્રતિક્રિયાઓ મળી રહી છો, તો તામિળનાડુમાં કમલ હસનના ભાઈ હસન ચંદ્રાએ ફિલ્મની રિલીઝ માટે મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓ અને ગૃહ સચિવ સાથે વાતચીત કરી. આ બેઠકમાં પોલીસ કમિશ્નર પણ હાજર હતાં.

Kamal Hassan

કહેવાય છે કે મુસ્લિમ સંગઠનોએ જણાવ્યું કે ફિલ્મમાંથી નવ મિનિટના દૃશ્યો કાપી દેવામાં આવે. તે અંગે કમલ હસન તરફથી કોઈ પ્રત્યાઘાત મળ્યા નથી, પરંતુ કમલ હસને અગાઉ જ જણાવી દીધું છે કે ફિલ્મના વિવાદાસ્પદ ભાગો હટાવવા તૈયાર છે.

બીજી બાજુ હિન્દી બેલ્ટના દર્શકોને ફિલ્મ વિશ્વરૂપમ ખૂબ સારી લાગી છે. ફિલ્મનો પ્રથમ શો જોઈને આવનાર લોકોએ પણ વિશ્વરૂપમને કમલ હસનને મહાન કલાકાર અને તેમની આ ફિલ્મની તેમની મહાન કૃતિ ગણાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X