વિવેકની કેએલપીડી, મલ્લિકાનાં પગ દબાવ્યાં

અમદાવાદ, 5 ઑક્ટોબર : કિસ્મત લવ પૈસા દિલ્લી (કેએલપડી)માં પહેલી વાર મલ્લિકા શેરાવત સાથે કામ કર્યા બાદથી વિવેક ઓબેરૉય તેમની ઉપર એટલા એટલો બધો ફિદા થઈ ગયો છે કે તેના પગ દબાવવા લાગ્યો છે. આ કામ તેણે માત્ર ફિલ્મના પ્રમોશન માટે જ નહિં, પણ ફિ્લ્મમાં પણ ક્રયું છે.

Vivek Mallika In Klpd

એમ પણ મલ્લિકા શેરાવત કાયમ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે જ છે. તાજેતરમાં જ તેમે લગ્ન ન કરવાનો ઇરાદો જાહેર કરી બધાને ચોંકાવ્યો હતો. મર્ડર ફિલ્મ દ્વારા સનસનાટી મચાવનાર સેક્સી મલ્લિકા શેરાવતને લગ્નમાં કોઈ રસ નથી. તેણે જણાવ્યુ હતું કે લગન-બગન બધી બેકારની વાતો છે. તેને તેનાથી કઈં લાગેવળગે નહિં. તેથી ક્યારેય લગ્ન નહિં કરે. મલ્લિકાને લાગે છે કે લગ્ન કરવાથી તેની આઝાદી જોખમાશે. મલ્લિકાએ સ્મિત ફરકાવતાં જણાવ્યું, ‘જો મેં લગ્ન કર્યાં, તો તેવા પુરુષોનુ શું થશે, જેઓ મને બેહદ પ્રેમ કરે છે.'

બિન્દાસ્ત બાળા મલ્લિકા હાલ પોતાની આવનાર ફિલ્મ કિસ્મત લવ પૈસા દિલ્લી અંગે વધુ પડતી વ્યસ્ત છે. ફિલ્મમાં તેના હીરો તરીકે સાથિયા ફેમ વિવેક ઓબેરૉય છે. ફિલ્મનું દિગ્દર્શન સંજય ખંડુરી કરી રહ્યાં છે.

બીજી બાજું વિવેક ઓબેરૉયે તાજેતરમાં જ એક ટીવી રિયાલિટી શો દરમિયાન જણાવ્યુ હતું કે કેએલપીડી એક રાત્રિ ઉપર આધારિત ફિલ્મ છે અને તેણે આ ફિલ્મમાં એક પંજાબી છોકરાનું પાત્ર ભજવ્યું છે. તેનું નામ લુકેશ દુગ્ગલ લકી છે અને ફિલ્મમાં તે છોકરીઓ સાથે એટલું ફ્લર્ટ કરે છે કે લોકો તેને ઠર્કી લકી તરીકે સમ્બોધવા લાગે છે. ફિલ્મની સમગ્ર વાર્તા એક રાત્રિ પર આધારિત છે અને આ એક રાતમા સમગ્ર પંજાબી સમુદાય, દિલ્હી સંસ્કૃતિ અને દિલ્હીની નાઇટ લાઇફ દર્શાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X