Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

37નો થયો બૉલીવુડનો આ 'પ્રિન્સ'

ક્રિષ-2 અને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો થકી બૉલીવુડના રૂપેરી પદડાં પર ધમાલ માચવવા આવી રહેલા અભિનેતા વિવેક ઓબરોયના 3 સપ્ટેમ્બર એટલે કે આજે જન્મ દિવસ છે અને તે 37 વર્ષનો થઇ રહ્યો છે. આજે તેના ચાહકો દ્વારા તેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હશે, ત્યારે અમે પણ કેવી રીતે તેની ઉજવણી કરવાનું ભૂલીએ. આ તકે અમે અહીં તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો લઇને આવી રહ્યાં છે. તેના પંજાબી પિતા સુરેશ ઓબેરોય ભારતીય સિનેમાના પીઢ અભિનેતા છે.

વિવેકે રામ ગોપાલ વર્માની કંપની ફિલ્મથી બૉલીવુડમાં પર્દાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે સાથિયા, યુવા, મસ્તી જેવી ફિલ્મોમાં કામ કર્યું. જો કે, તેણે ઓમકારા ફિલ્મમાં જે પાત્ર ભજવ્યું હતું તેને ચારેકોરથી વખાણવામાં આવ્યું હતું. જ્યારે ભારતમાં સુનામી આવી હતી ત્યારે વિવેક ઓબરોયે ખરા અર્થમાં એક હીરો તરીકેની ભૂમિકા અદા કરી હતી અને એક આખા ગામને ફરીથી નિર્માણ કરવાની જવાબદારી નિભાવી હતી. તેણે 650 જેટલા ઘરોનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત વિવેકે કેટલાક બાળકોના સારવારનો ખર્ચ પણ ઉઠાવ્યો છે. આ ઉપરાંત પણ અનેક એવી રસપ્રદ વાતો છે જે આ અભિનેતા સાથે સંકળાયેલી છે. જે નીચે સ્લાઇડમાં આપવામાં આવી છે, તો ચાલો તસવીરો થકી જાણીએ આ અભિનેતાની રસપ્રદ વાતો.

હાફ તમિળ

હાફ તમિળ

વિવેક ઓબરોયનો જન્મ હૈદરાબાદમાં થયો છે, તેના માતા તમિળ અને પિતા પંજાબી છે.

વર્સટાઇલ વિવેક

વર્સટાઇલ વિવેક

વિવેક દ્વારા રક્તચરિત્રમાં જે પાત્ર ભજવવામાં આવ્યું હતું તેને સમિક્ષોએ ખુબ વખાણ્યો હતો.

લગ્ન

લગ્ન

વિવેક ઓબરોયે કર્ણાટકના મંત્રી જીવરાજ અલ્વાની પુત્રી પ્રિયંકા અલવા સાથે બેંગ્લોરમાં લગ્ન કર્યા છે.

સાચો હીરો

સાચો હીરો

2006માં વિવેક ઓબરોયને રેડ એન્ડ વ્હાઇટ બ્રેવરી એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેને સુનામી બાદ એક ગામના પુનઃનિર્માણ બદલ આપવામાં આવ્યો હતો.

ઐશ-વિવેક

ઐશ-વિવેક

વિવેક ઓબરોયે એશ્વર્યા રાય બચ્ચન સાથે ફિલ્મ ‘ક્યું હો ગયા ના'માં કામ કર્યું હતું.

ઐશ સાથે સંબંધ

ઐશ સાથે સંબંધ

વિવેક ઓબરોય અને એશ્વર્યા રાય બચ્ચન એકબીજાના ગાઢ પ્રેમમાં હતા અને તેમનો આ સંબંધ ત્રણ વર્ષ સુધી રહ્યો હતો.

ટૂંક સમયમાં રજૂ થશે આ ફિલ્મ

ટૂંક સમયમાં રજૂ થશે આ ફિલ્મ

વિવેક ઓબરોયની ફિલ્મ ગ્રાન્ડ મસ્તી ટૂંક સમયમાં રજૂ થવાની છે, જે 2004માં આવેલી મસ્તી ફિલ્મની સિક્વલ છે.

આ ફિલ્મો પણ છે લીસ્ટમાં

આ ફિલ્મો પણ છે લીસ્ટમાં

વિવેકની અન્ય ફિલ્મોની વાત કરવામાં આવે તે સિતારે, ખોટે સિક્કે, શૂટ આઉટ થર્ડ અને પ્રિન્સ ટૂ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X