વિવેક ઓબેરૉયના પત્ની પ્રિયંકાને પુત્ર અવતર્યો

વિવેક ઓબેરૉયે મંગળવારે ટ્વિટર પર લખ્યું છે - આજે મારા જીવનનો ખાસ દિવસ છે. પ્રિયંકા અને મેં અમારી નાનકડી દુનિયામાં એક સુંદર, સ્વસ્થ અને દિવ્ય બાળકના વધામણાં કર્યાં છે. વિવેક ઓબેરૉયે વધુમાં લખ્યું છે - હું મારા હૃદયથી મારા તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરુ છું કે જેમણે અમને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી. અમારો પુત્ર સાચે જ ધન્ય છે.
છેલ્લા કેટલાંક મહીનાઓથી વિવેક પિતા બનવા અંગે ખુશી અને ઉત્તેજના વ્યક્ત કરી રહ્યા હતાં. વિવેકે નક્કી કર્યુ છે કે તે પોતાના વ્યસ્ત સમયમાંથી જેટલું બની શકે, તેટલો સમય પોતાના પત્ની અને નવજાત બાળક માટે આપશે.












Click it and Unblock the Notifications
