Amisha Patel: અમીષા પટેલ સામે રાંચી કોર્ટે જાહેર કર્યુ વૉરન્ટ, જાણો સમગ્ર મામલો
Amisha Patel: રાંચીની કોર્ટે ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ વોરંટ જાહેર કર્યુ છે. ચેક બાઉન્સ થવાના કારણે રાંચીની સિવિલ કોર્ટે અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ આ વોરંટ જાહેર કર્યુ છે. છેતરપિંડી અને ચેક બાઉન્સ કેસમાં અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કૃણાલ વિરુદ્ધ આ વોરંટ જાહેર કરવામાં આવ્યુ છે.
અહેવાલો અનુસાર, ઝારખંડના ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે ફરિયાદ નોંધાવી છે. અજય કુમાર સિંહે અમીષા પટેલ અને તેના ભાગીદાર સામે છેતરપિંડી અને ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો છે.

કોર્ટમાં સમન્સ જાહેર કર્યા પછી પણ અભિનેત્રીએ પોતાનો પક્ષ રજૂ ન કરતા કોર્ટ નારાજ થઈ હતી. કોર્ટમાં અમીષા પટેલ કે તેના વકીલ હાજર થયા ન હતા. આ મામલાની આગામી સુનાવણી 15 એપ્રિલે થશે.
અમીષા પટેલ વિરુદ્ધ આઈપીસી કલમ 420 અને સીઆરપીસીની કલમ 120 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અજય કુમાર સિંહનુ કહેવુ છે કે અભિનેત્રી અને તેના બિઝનેસ પાર્ટનરે દેશી મેજિક ફિલ્મ બનાવવા અને પ્રમોટ કરવા માટે તેમની પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા.
અજય કુમારના જણાવ્યા મુજબ, અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનરે કહ્યુ હતુ કે તેઓ ફિલ્મ પૂરી થયા બાદ વ્યાજ સાથે પૈસા પરત કરશે. ફિલ્મનું શૂટિંગ 2013માં શરૂ થયુ હતુ પરંતુ આજ સુધી આ ફિલ્મ રીલિઝ થઈ શકી નથી.
જ્યારે ફિલ્મ નિર્માતાએ પૈસા પાછા માંગ્યા ત્યારે અમીષા પટેલે જવાબ આપ્યો ન હતો. ઘણા દિવસો બાદ અમીષા પટેલે ઓક્ટોબર 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો.












Click it and Unblock the Notifications
