• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઐશ@40 : લાખો ફૅન્સ, કરોડો ફૉલોઅર્સ : જુઓ તસવીરો

|

મુંબઈ, 1 નવેમ્બર : આજે વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયનો જન્મ દિવસ છે. આજે તેઓ 40 વર્ષના થઈ ગયાં છે. આજે તેઓ ખૂબસૂરત હીરોઇન, લવલી પુત્રી, લવિંગ વાઇફ, આદર્શ વહુ, ફ્રેન્ડલી સિસ્ટર તેમજ કૅરિંગ મધર છે એટલે કે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ઐશ આજે એક સમ્પૂર્ણ સ્ત્રી છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 1994માં ભારતને વિશ્વ સુંદરીનો ખિતાબ અપનાવર ઐશ્વર્યા રાયનો જન્મ 1લી નવેમ્બર, 1973ના રોજ થયો હતો. ઐશ્વર્યાના પિતાનું નામ કૃષ્ણરાજ રાય છે. તેઓ વ્યવસાયે મરીન એંજીનિયર છે અને માતા વૃંદા રાય એક લેખિકા છે. ઐશના એક મોટા ભાઈ છે. તેમનું નામ આદિત્ય રાય છે. આ તો પીયર પક્ષની વાત. ઐશ પોતે લગ્ન પહેલા જ એટલા જાજરમાન હતાં અને લગ્ન પછી તેમની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયાં. પતિ અભિષેક બચ્ચન છે, તો તેથી વિશેષ સસરા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને સાસુ જયા બચ્ચન છે. આ નાનકડા પરિવારમાં પાછી આરાધ્યા જેવી સુંદર બેબીએ ઐશના મોભામાં ઉમેરો કર્યો છે.

ભલે આજે ઐશ્વર્યા રાય માતૃત્વ સુખના પગલે ફિલ્મોથી દૂર હોય, પણ જાહેરખબરો તથા સામાજિક કાર્યોમાં તેમની સક્રિયતા સતત જળવાયેલી છે. તેથી જ તેમન ફૅન ફૉલોઅર્સ સતત જળવાયેલા છે. આજે પણ લોકો તેમને જોવા ઘેલા થાય છે. ઐશ્વર્યા રાય ભારતની સૌથી અમીર મહિલાઓમાં શામેલ છે. દુનિયા ભરમાં તેમના ચાહનારાઓએ ઐશ્વર્યાને સમર્પિત લગભગ 17 હજાર ઇંટરનેટ સાઇટ્સ બનાવી છે. તેમની ગણતરી દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં થાય છે. ટાઇમ પત્રિકાએ વર્ષ 2004માં તેમનો દુનિયાના સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સમાવેશ કરેલો છે.

આવો આપને તસવીરો દ્વારા બતાવીએ ઐશ્વર્યાની એવી તસવીરો કે જે આપે અગાઉ ક્યારેય નહિં જોયા હોય.

ઐશને પણ ભાન નહોતો સૌંદર્યનો

ઐશને પણ ભાન નહોતો સૌંદર્યનો

ઐશના સૌંદર્યનો ભાન તો કદાચ તેમને પોતાને પણ નહોતો. જ્યારે લોકો તેમને સુંદર કહેતાં, તો તેમને ભરોસો નહોતો થતો.

નવમા ધોરણથી મૉડેલિંગ

નવમા ધોરણથી મૉડેલિંગ

ઐશ્વર્યા રાય જ્યારે નવમા ધોરણમાં ભણતાં, ત્યારથી જ તેઓએ મૉડેલિંગ શરૂ કરી દીધી હતી.

મમ્મી-પપ્પા સાથે

મમ્મી-પપ્પા સાથે

પોતાના મમ્મી વૃંદા તથા પપ્પા કૃષ્ણરાજ રાય સાથે ઐશ્વર્યા રાય બચ્ચન.

સોનિયા સાથે

સોનિયા સાથે

ઐશ્વર્યા રાય યુપીએ પ્રમુખ સોનિયા ગાંધી સાથે. ઐશ પેપ્પીની જાહેરાત બાદ લોકપ્રિય થયા હતાં.

17ની વયે જીતી ફોર્ડ સ્પર્ધા

17ની વયે જીતી ફોર્ડ સ્પર્ધા

ઐશે 17 વર્ષની ઉંમરમાં ફોર્ડ સ્પર્ધા જીતી હતી.

વિશ્વ સુંદરીનો તાજ

વિશ્વ સુંદરીનો તાજ

ઐશે 1994માં વિશ્વ સુંદરી સ્પર્ધા જીતી તાજ પોતાના નામે કર્યો.

ઇરુવર સાથે એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ

ઇરુવર સાથે એક્ટિંગ ક્ષેત્રે પ્રવેશ

મણિરત્નમની તામિળ ફિલ્મ ઇરુવર સાથે ઐશે એક્ટિંગ ક્ષેત્રે પગલું મુક્યું.

ઉમરાવ જાનના સેટે અભિષેક સાથે લવ

ઉમરાવ જાનના સેટે અભિષેક સાથે લવ

ફિલ્મ ઉમરાવ જાનના સેટ ઉપર ઐશ અને અભિષેકની લવ સ્ટોરીની શરુઆત થઈ હતી.

સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

સંજય લીલા ભાનુશાળીની હમ દિલ દે ચુકે સનમ તેમજ દેવદાસ ફિલ્મોએ ઐશને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફૅર એવૉર્ડ અપાવ્યો.

ન્યુયૉર્ક હોટલની બાલ્કનીમાં લગ્નનો વિચાર સ્ફુર્યું

ન્યુયૉર્ક હોટલની બાલ્કનીમાં લગ્નનો વિચાર સ્ફુર્યું

અભિષેક બચ્ચનને ઐશ સાથે લગ્ન કરવા અંગેનો વિચાર ન્યુયૉર્ક હોટલની બાલ્કનીમાં સ્ફુર્યો હતો.

ગુરુના પ્રીમિયરમાં લગ્નની જાહેરાત

ગુરુના પ્રીમિયરમાં લગ્નની જાહેરાત

ફિલ્મ ગુરુના પ્રીમિયર દરમિયાન ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને લગ્નની જાહેરાત કરી હતી.

ઉત્તરાયણે સગપણ

ઉત્તરાયણે સગપણ

14મી જાન્યુઆરી, 2007 ઉત્તરાયણના દિવસે ઐશ-અભિએ સપગણ કરી લીધાં.

અને પરણી ગયાં

અને પરણી ગયાં

20મી એપ્રિલ, 2007ના રોજ ઐશ-અભિએ લગ્ન કરી લીધાં.

પ્રથમ એનીવર્સરી મ્યામીમાં ઉજવી

પ્રથમ એનીવર્સરી મ્યામીમાં ઉજવી

હૉટ કપલે પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ મ્યામી ખાતે ઉજવી હતી.

આરાધ્યા અવતરી

આરાધ્યા અવતરી

16મી નવેમ્બર, 2011ના રોજ ઐશે આરાધ્યાને જન્મ આપ્યો.

સસરા સાથે

સસરા સાથે

સસરા અમિતાભ બચ્ચન સાથે ઐશ્વર્યા રાય.

માધુરી સાથે

માધુરી સાથે

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત સાથે ઐશ્વર્યા રાય.

વનઇન્ડિયાની પણ શુભેચ્છાઓ

વનઇન્ડિયાની પણ શુભેચ્છાઓ

વનઇન્ડિયા પણ કહે છે હૅપ્પી બર્થ ડે એશ્વર્યા રાય.

English summary
Christened as the world's most beautiful woman Aishwarya Rai Bachchan turned 40 today. Here are some rare and unseen pictures of birhday girl Aishwarya Rai Bachchan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more