જુઓ-સાંભળો અજબ ગઝબ લવનું આ હૃદયસ્પર્શી ગીત
મુંબઈ, 18 ઑક્ટોબર : અજબ ગઝબ લવ વાસુ ભાગનાનીની આગામી ફિલ્મનું આ નામ છે. તેનું એક ગીત સુન સોણિયે... ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ ગીત આપના દિલને સ્પર્શી જાય તેવું છે.
જૅકી ભાગનાની તેમજ નિધિ સુબ્બઇયા ઉપર આ ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે. અજબ ગઝબ લવ એક રોમેન્ટિક કૉમેડી ફિલ્મ છે. સંજય ગઢવીના દિગ્દર્શન હેઠળ બનેલ આ ફિલ્મમાં જૅકી ભાગનાની, નિધિ સુબ્બઇયા વચ્ચે રોમાંસ જોવા મળશે. સાઉથ સિનેમાની હૉટ એક્ટ્રેસ નિધિ મૉડેલિંગની દુનિયામાં પણ નામ કમાવી ચુકી છે. ફિલ્મ ફાલતૂ ફેમ વાસુ ભાગનાનીએ આ ફિલ્મ બનાવી છે. વાસુના પુત્ર જૅકી આ ફિલ્મના હીરો છે.
વાસુને ફૅમિલી ફિ્લમોના કારખાના તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મ એક પૉઝિટિવ ફ્લેવર સાથે પ્રેમ કહાણી પર આધારિત છે. તેને પરિવાર સાથે બેસી જોઈ શકાય છે.
આગામી 24મી ઑક્ટોબરે રિલીઝ થનાર ફિલ્મ અજબ ગઝબ લવમાં નિધિ માધુરીના પાત્રમાં છે. ફિલ્મનું એક ગીત બૂમ-બૂમ પણ લોકપ્રિય થઈ ચુક્યું છે.













Click it and Unblock the Notifications
