Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કમલે સાદગીપૂર્વક ઉજવ્યો જન્મ દિવસ : તસવીરો

ચેન્નઈ, 8 નવેમ્બર : તામિળનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતા અને કમલ હસન એક-બીજાને ખૂબ સારી રીતે જાણે છે. ગઈકાલે કમલ હસનના જન્મ દિવસે જયલલિતાએ તેમને પોતાની ઑફિસે બોલાવ્યાં અને તેમને જન્મ દિવસની સ્પેશિયલ શુભેચ્છા આપી. ગઈકાલે 7મી નવેમ્બરે કમલ હસનનો 58મો જન્મ દિવસ હતો.

કમલ ચેન્નઈ ખાતે સચિવાલયમાં મુખ્યમંત્રી જયલલિતાને મળ્યાં. જયલલિતાએ તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતાં તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. બંનેએ સાથે મળી વિવિધ વિષયો ઉપર વાતચીત કરી અને કમલ હસને પોતાની આવનાર ફિલ્મ વિશ્વરૂપમ અંગે પણ અનેક બાબતોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યાં.

આ પછી કમલ હસને ચેન્નઈના સત્યમ સિનેમામાં વિશ્વરૂપનું ઑરો 3ડી ટ્રેલર પણ બતાવ્યું. તેમણે એકદમ જુદા જ અંદાજમાં સ્કાઇપ વડે 30 સેન્ટરોમાં ઉપસ્થિત પોતાના ફૅન્સ સુધી આ ટ્રેલર પહોંચાડ્યું. સ્કાઇપ વડે જ કમલ પોતાના 58મા જન્મ દિવસે મિત્રો અને ફૅન્સ સાથે જોડાયાં.

આવો આપને બતાવીએ કમલ હસનના જન્મ દિવસે તેમની અને જયલલિતાની મુલાકાતની કેટલીક તસવીરો :

શાંતિપૂર્વક ઉજવણી

શાંતિપૂર્વક ઉજવણી

કમલ હસને પોતાનો 58મો જન્મ દિવસ ખૂબ જ સાદગી અને શાંતિપૂર્વક ઉજવ્યો. તેમણે કોઈ મોટી પાર્ટીનું આયોજન કર્યુ નહિં.

રાજકીય-બૉલીવુડ હસ્તીઓની શુભેચ્છા

રાજકીય-બૉલીવુડ હસ્તીઓની શુભેચ્છા

કમલ હસનને તેમના જન્મ દિવસે રાજકીય પક્ષો અને અનેક બૉલીવુડ હસ્તીઓએ શુભેચ્છા આપી.

વિશ્વરૂપમનું ઑરો 3ડી ટ્રેલર

વિશ્વરૂપમનું ઑરો 3ડી ટ્રેલર

પોતાના જન્મ દિવસે જ કમલ હસને ચેન્નઈના સત્યમ સિનેમામાં પોતાની આવનાર ફિલ્મ વિશ્વરૂપમનું ઑરો 3ડી ટ્રેલર બતાવ્યું.

વિશ્વની બીજી ફિલ્મ

વિશ્વની બીજી ફિલ્મ

ઑરો 3ડી જેવી લેટેસ્ટ ટેક્નોલૉજીનો પ્રયોગ સૌપ્રથમ હૉલીવુડ ફિલ્મ રેડ ટેલમાં કરાયો હતો. વિશ્વરૂપમ આ ટેક્નોલૉજી એટલે કે ઑરો 3ડીમાં બનનાર બીજી ફિલ્મ હશે.

સત્યમ સિનેમા એશિયાનું પ્રથમ થિયેટર

સત્યમ સિનેમા એશિયાનું પ્રથમ થિયેટર

સત્યમ સિનેમા એશિયાનું તેવું પ્રથમ થિયેટર બન્યું છે કે જેમાં ઑરો 3ડી ટ્રેલર રિલીઝ થયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X