ઝારાના મહેલે થશે સૈફ-કરીનાના લગ્ન
મુંબઈ, 9 ઑક્ટોબર : બૉલીવુડના સ્ટાર કપલ સૈફ-કરીનાના લગ્નનો ઇંતેજાર દરેકને છે. સમાચાર મળ્યાં છે કે 16મી ઑક્ટોબરે સૈફ અલી ખાન અને કરીના કપૂર લગ્ન કરી લેશે. કરીના અને સૈફ પોતાના લગ્નની પાર્ટી 18મી ઑક્ટોબરે પટૌડી પૅલેસમાં આપશે કે જેને માટે પટૌડી પૅલેસ ખાતે હાલ સોળે-શણગાર સજી રહ્યું છે. સૈફના મમ્મીજાન શર્મિલા ટાગોર તૈયારીઓ ઉપર દેખરેખ રાખી રહ્યાં છે.
શું આપને ખબર છે કે પટૌડી પૅલેસ કે જે સૈફના પિતા મંસૂર અલી ખાન પટૌડીને વારસામાં મળ્યુ હતું તેને આપ ફિલ્મોમાં બહુ નજીકથી જોઈ ચુક્યાં છે. ચાલો અમે આપને બતાવીએ. આપને યશ ચોપરાની બહેતરીન ફિલ્મોમાંથી એક વીર-ઝારા યાદ છે. તેમાં ઝારા હયાત ખાન પાકિસ્તાનના નવાબ સાહેબના પુત્રી તરીકે દર્શાવાઈ હતી અને તે બહુ જ સુંદર આલિશાન મહેલમાં રહેતી હતી, તો તે મહેલ બીજુ નહોતું, આજ પટૌડી પૅલેસ હતું.
આ પૅલેસમાં ફિલ્મની જાણીતું ગીત મૈં યહાઁ હૂઁ... અહીં જ ફિલ્માવવામાં આવ્યુ હતું. પરંતુ આ વખતે આ પૅલેસ રીલ લાઇપમાં નહિં, રીયલ લાઇફની મહોબ્બતનો સાક્ષી બનશે.
જુઓ મહેલની સુંદર તસવીરો...

પટૌડી મહેલ
શાહી પટૌડી મહેલમાં સૈફ-કરીનાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલે છે. ખબર છે કે લગ્ન માટે 15 પ્રકાર પાન જયપુરમાંથી મંગાવવામાં આવ્યાં છે.

પટૌડી મહેલ
ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે તેઓ પટૌડી પૅલેસ વીર ઝારા, મંગલ પાન્ડે, રંગ દે બસંતી ફિલ્મોમાં જોઈ ચુક્યાં છે.

પટૌડી મહેલ
સૈફ-કરીનાના લગ્નમાં મહામહીમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ આમંત્રિત કરાયાં છે. હવે તેઓ આવે છે કે નહિં, તે નક્કી નથી.

પટૌડી મહેલ
સમાચાર છે કે કરીના લગ્નમાં તે જ લહેંગો પહેરશે કે જે શર્મિલા ટાગોરે પોતાના લગ્નમાં પહેર્યો હતો.












Click it and Unblock the Notifications
