Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તસવીરોમાં જુઓ પાંચ ‘અનુપમ’ ફિલ્મો

મુંબઈ, 6 નવેમ્બર : અભિનેતા અનુપમ ખેર. આ નામ પડતાં જ આંખો સામે જે ચહેરો ફરી વળે છે, તે એક બહુમુખી કલાકારનો છે. તેઓ એક પરિપક્વ અભિનેતા છે. તેઓ પડદાં ઉપર ક્યારેક નાયક, ક્યારેક ખલનાયક, ક્યારેક કૉમેડિયન, તો ક્યારેક હોસ્ટ બની સામે આવે છે. થિયેટરથી શરુઆત કરનાર અનુપમ ખેરે સારાંશ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં નામના મેળવી. આ ફિલ્મમાં યુવા અનુપમે એક એવા નબળા અને વૃદ્ધ પિતાનું પાત્ર ભજવ્યું કે જેને પોતાના યુવાન પુત્રની અસ્થિઓ મેળવવા સંઘર્ષ કરવો પડે છે. અભિનયની સફર શરૂ કરતાં અનુપમ ખેરે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમની અભિનય યાત્રા તેમના નામને અનુરૂપ જ અનુપમ થઈ જશે. આજે અભિનેતા અનુપમ ખેરનો આંતરરાષ્ટ્રીય મૅગેઝીન ધ હૉલીવુડ રિપોર્ટરે એશિયાનાં પાંચ શ્રેષ્ઠ અભિનેતાઓમાં સમાવેશ કર્યો છે.

આ સન્માન પાછળ અનુપમની માત્ર અને માત્ર મહેનત જ છે કે જે આજે તેમને આ ખિતાબથી બિરદાવી રહી છે. પડદા બહારની દુનિયામાં પણ અનુપમ ખેર એક શ્રેષ્ઠ અને ઉમ્દા વ્યક્તિનું કદ ધરાવે છે. 7મી માર્ચ, 1955ના રોજ જન્મેલ અનુપમ ખેરે અત્યાર સુધી લગભગ 450 ફિલ્મો અને 100 પ્લે કર્યાં છે. ફિલ્મ કર્માનો ખલનાયક ડૉક્ટર ડૅંગ આજે પણ લોકોના હૃદયમાં જીવે છે, તો ફિલ્મ ડૅડીનો શરાબી, પરંતુ કૅરિંગ પિતા આજે પણ લોકોના હૃદયમાં રાજ કરે છે. એટલું જ નહિં, કૉમેડીમાં પણ અનુપમ ખેરની ફિલ્મોનો કોઈ જવાબ નથી. તેથી તેમને પાંચ વાર બેસ્ટ કૉમેડિયન ઍવૉર્ડ પણ મળી ચુક્યાં છે.

કૉમેડી માટે પસંદ કરાતી ફિલ્મોમાં અનુપમ ખેરની ડર, રામ લખન, હમ, કુછ કુછ હોતા હૈ, લમ્હેં, મોહબ્બતેં, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને વીર ઝારા મુખ્ય છે. આ ઉપરાંત તેઓ ગંભીર પાત્રો ભજવવા માટે પણ જાણીતાં છે. મૈંને ગાંધી કો નહીં મારા અનુપમ ખેરની આવી જ ગંભીર અભિનય ધરાવતી ફિલ્મ છે. ઓમ જય જગદીશ ફિલ્મ સાથે તેમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.

આવો એક નજર નાંખીએ અનુપમ ખેરની પાંચ અનુપમ ફિલ્મો પર :

સારાંશ 1984

સારાંશ 1984

સને 1984માં આવેલી મહેશ ભટ્ટ દિગ્દર્શિત સારાંશ ફિલ્મમાં 28 વર્ષીય અનુપમ ખેરે એક એવા વૃદ્ધ નિવૃત્ત પિતાની ભૂમિકા ભજવી હતી કે જેની યુવાન પુત્રની અસ્થિઓ પામવા માટે ચપ્પલ ઘસાઈ જાય છે. એક લાચાર પિતાની તસવીર આ રીતે પડદા ઉપર અનુપમે જીવી બતાવી. તે જોઈ હરકોઈ રડી ઉઠ્યું હતું.

કર્મા 1986

કર્મા 1986

સુભાષ ઘાઈ દિગ્દર્શિત ફિલ્મ કર્મામાં ડૉક્ટર ડૅંગની ભૂમિકા અનુપમ ખેરે એવી રીતે ભજવી કે જેની આગળ દિલીપ કુમાર જેવા કલાકાર પણ ફીકા પડી ગયાં. ફિલ્મ મલ્ટીસ્ટાર હતી, પરંતુ અનુપમ ખેરનું અભિનય સૌની ઉપર ભારે પડ્યું અને ડૉ. ડૅંગ અમર થઈ ગયો.

ડૅડી 1990

ડૅડી 1990

આ ફિલ્મમાં અનુપમ ખેર એક દારૂડિયા, પરંતુ કૅરિંગ પિતા બન્યા હતાં. આ રોલ આજે પણ સીમાચિહ્ન રૂપ છે. આ ફિલ્મ માટે અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક એક્ટર ઍવૉર્ડથી બિરદાવવામાં આવ્યા હતાં.

ડર 1993

ડર 1993

ફિલ્મ ડર સાથે અનુપમ ખેરે કૉમેડીની શરુઆત કરી. પછી તેમણે રામ લખન, હમ, કુછ કુછ હોતા, લમ્હેં, મોહબ્બતેં, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને વીર ઝારા જેવી ફિલ્મોમાં સતત કૉમિક રોલ કર્યાં અને સતત ઍવૉર્ડ્સ જીતતા રહ્યાં.

મૈંને ગાંધી કો નહીં મારા 2005

મૈંને ગાંધી કો નહીં મારા 2005

મૈંને ગાંધી કો નહીં મારા ફિલ્મમાં અનુપમ ખેર એક ગંભીર રોલમાં હતાં કે જે લોકોના દિલો પર ચોટ કરે છે. આ ફિલ્મ માટે પણ અનુપમ ખેરને બેસ્ટ ક્રિટિક્સ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X