સેક્સી એશાને એક્શન ક્વીન બનવાના અભરખાં
મુંબઈ, 6 નવેમ્બર : ઝન્નત 2, રાઝ 3ડી અને ચક્રવ્યૂહ ફિલ્મોમાં પોતાની સેક્સી અદાઓથી સૌના હોશ ઉડાવનાર એશા ગુપ્તા હવે બૉલીવુડના એક્શન ક્વીન બનવા માંગે છે. તાજેતરમાં રિલીઝ થયેલ ચક્રવ્યૂહ ફિલ્મમાં એશાએ પોલીસ ઇંસ્પેક્ટરનો રોલ કર્યો છે. પોલીસનો રોલ છતાં એશાએ પોતાની સેક્સી ઇમેજ પણ જાળવી રાખી.
જન્નતની સિક્વલ જન્નત 2 ફિલ્મથી બૉલીવુડ કરિયર શરૂ કરનાર એશાએ પ્રથમ જ ફિલ્મમાં પોતાની અદાકારી તેમજ અંગ પ્રદર્શન દ્વારા પોતાની જાતનો બૉલીવુડની હૉટ તેમજ સેક્સી અભિનેત્રીઓમાં સમાવેશ કરાવી લીધો હતો. પછી રાઝ 3ડમાં પણ બિપાશા બાસુ જેવી હૉટ અને સ્થાપિત અભિનેત્રી હોવા છતાં એશાએ પોતાની એક્ટિંગના બળે પોતાને લાઇમલાઇટમાં રાખ્યું.
રાઝ 3માં એમ તો એશાનું પાત્ર બંગાળી બાળા બિપાશા આગળ ફીકું રહ્યું અને ફિલ્મની સફળતાનો શ્રેય બિપાશાને મળ્યો, પરંતુ એશાની એક્ટિંગની દરેકે પ્રશંસા કરી. ઇમરાન સાથે એશાના સીન્સ જોઈ સૌ દંગ રહી ગયા, પરંતુ કદાચ પોતાની સેક્સી ઈમેજથી એશા હવે કંટાળી ગઈ છે અને એટલે જ કઈંક નવું કરવા માંગે છે.
એમ પણ હાલ બૉલીવુડમાં દરેક ટૉપની અભિનેત્રી કરીના કપૂરથી લઈ કૅટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા તમામ એક્શન ફિલ્મોમાં પોતાનો સિક્કો જમાવી ચુકી છે. તો કદાચ હવે એશા પણ ઇચ્છે છે કે ક્યાંક તેઓ આ હીરોઇનોથી પાછળ ના રહી જાય. તો તેઓ પણ હવે ઇચ્છે છે એક્શન ફિલ્મોમાં જાદુ ચલાવવાનું.
આવો એશા ગુપ્તાની અત્યાર સુધીની સફર અંગે વાત કરીએ અને જાણીએ કેટલીક રસપ્રદ બાબતો :

મિસ ફોટોજેનિક
એશા ગુપ્તાએ મૉડેલિંગ સાથે પોતાનું કૅરિયર શરૂ કર્યું. 2007માં તેમણે સૌપ્રથમ ફેમીના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો અને મિસ ફોટોજેનિકનો ખિતાબ પોતાના નામે કર્યો.

કિંગફિશર કૅલેંડરના મૉડેલ
મિસ ફોટોજેનિકનો ખિતાબ હાસલ કર્યા બાદ 2010માં એશા ગુપ્તાને કિંગફિશરના કૅલેંડર માટે મૉડેલ બનવાની તક મળી.

બૉલીવુડમાં એન્ટ્રી
2012માં એશા ગુપ્તાને મહેશ ભટ્ટની ફિલ્મ જન્નતની સિક્વલ જન્નત 2માં કામ કરવાની તક મળી. તેમની સાથે ઇમરાન હાશમી હતાં. આ ફિલ્મ જોયા બાદ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે એશા ગુપ્તા આપને પોતાના ચાર્મથી આકર્ષશે. પોતાનું પાત્ર તેમણે સારી રીતે ભજવ્યું છે.

રાઝ 3ડી
જન્નત 2 બાદ મહેશ ભટ્ટની જ ફિલ્મ રાઝની સિક્વલ રાઝ 3ડીમાં એશા ગુપ્તા નજરે પડ્યાં. આ ફિલ્મમાં પણ એશા સાથે મરાન મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે બિપાશા સામે તેની એક્ટિંગ ફીકી રહી, પરંતુ લોકોએ તેના વખાણ કર્યાં.

ચક્રવ્યૂહ
તાજેતરમાં જ વિશેષ ફિલ્મ્સથી સિવાયની એશા ગુપ્તાની ચક્રવ્યૂહ રિલીઝ થઈ. તેમાં તેમની સાથે અર્જુન રામપાલ અને અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં હતાં. પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મમાં એશાએ પોલીસ ઇંસ્પેક્ટરનો રોલ કર્યો.

વિશેષ ફિલ્મ્સ સાથે છેલ્લી ફિલ્મ
એશા ગુપ્તાએ વિશેષ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોનો કૉન્ટ્રાક્ટ સાઇન કર્યો છે અને હવે ટુંકમાં જ તેમની વિશેષ ફિલ્મ્સ સાથે ત્રીજી અને છેલ્લી ફિલ્મ પણ રિલીઝ થશે.

પત્રકાર બનવાની ચાહત
એશા ગુપ્તા શરુઆતમાં પત્રકારત્વમાં પોતાનું કૅરિયર બનાવવા માંગતા હતાં. ફેમિના મિસ ઇન્ડિયામાં આવ્યા પહેલાં એશા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કરતા હતાં.

રેખા-શ્રીદેવીના ફૅન
એશા ગુપ્તા રેખા અને શ્રીદેવીના ફૅન છે. તમનું કહેવું છે કે આ બંને અભિનેત્રીઓએ બૉલીવુડમાં લીકથી હટીને કામ કર્યું છે. એશા પણ એવું જ કઈંક કરવા માંગે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
