તસવીરોમાં જુઓ જેટીએચજે સાથે જોડાયેલી યાદો

મુંબઈ, 31 ઑક્ટોબર : શાહરુખ ખાન તથા કૅટરીના કૈફની પ્રથમ ફિલ્મ, યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ. આ બે એવી બાબતો છે જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે ફિલ્મમાં. આ બાબતો જ આ ફિલ્મને આ વર્ષની સૌથી સ્પેશિયલ ફિલ્મ બનાવે છે. પરંતુ માત્ર આ બે બાબતો જ નહિં, પરંતુ જબ તક હૈ જાન સાથે સંકળાયેલી એવી ઘણી બાબતો અને યાદો છે કે જ ફિલ્મના પાત્રો તેમજ ફિલ્મ સાથે જોડાયેલ પ્રત્યેક માણસને યાદ રહેશે જબ તક હૈ જાન.

આ ફિલ્મનું ટાઇટલ પણ યશ ચોપરાએ બહુ જ સમજી-વિચારીને રાખ્યું છે. યશજીની છેલ્લી ફિલ્મનું ટાઇટલ કઈંક આવું જ હોવું જોઇતુ હતું કે જે તેમના પૂરા જીવનને કેટલાંક શબ્દોમાં સાંકળી લે. જબ તક હૈ જાન ટાઇટલ કઈંક એવું જ છે.

સોમવારના રોજ યોજાયેલ પ્રેસ કૉન્ફ્રેંસ દરમિયાન શાહરુખ ખાન, કૅટરીના કૈફ તેમજ અનુષ્કા શર્માએ પોતાની ફિલ્મ સાથે જોડાયેલી અનેક એવી યાદો શૅર કરી કે જે તેઓ ક્યારેય નહિં ભુલાવી શકે. માત્ર પ્રેસ કૉન્ફ્રેંસ દરમિયાન જ નહિં, પણ ફિલ્મના પ્રમોશન માટે કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસમાં આવેલ શાહરુખ તથા કૅટે અમિતાભ સાથે પણ ઘણી વાતો શૅર કરી. અમિતાભ પણ એ વાતો સાંભળી સ્મિત ફરકાવ્યાં વિના રહી ન શક્યાં.

આવો આપ પણ જાણો જબ તક હૈ જાન સાથે જોડાયેલી ખાટી-મીઠી બાબતો :

શાહરુખે ફરી આપ્યો શૉટ

શાહરુખે ફરી આપ્યો શૉટ

રોમાંસના કિંગ તરીકે ઓળખાતાં શાહરુખ ખાન જ્યારે જબ તક હૈ જાનનું શુટિંગ કરી રહ્યા હતાં, ત્યારે એક સીન દરમિયાન તેમણે આદિત્ય ચોપરા લિખિત કાવ્ય જબ તક હૈ જાન ઉચ્ચાર્યું, તે પણ સ્ટાઇલ સાથે. બાદમાં શાહરુખે કૅટને જ્યારે પૂછ્યું કે કેવો હતો શૉટ, તો કૅટે જણાવ્યું ઠીક-ઠીક, પરંતુ આપ તેનાથી વધુ સારું કરી શક્યા હોત. આ જ વાત જ્યારે આદિત્યે શાહરુખને જણાવી, તો શાહરુખે ફરીથી શૉટ આપ્યો. શાહરુખે આ વાત અમિતાભને જણાવી, તો તેઓ હસી પડ્યાં.

હવે કૅટરીના શીખવાડશે મને?

હવે કૅટરીના શીખવાડશે મને?

ફિલ્મના શુટિંગ દરમિયાન એક સીનમાં શાહરુખ કપમાં કૉફી લઈ આવ્યાં અને કૅટરીનાને આઈ લવ યૂ કહ્યું. પછી કપને સ્ટાઇલમાં ફેંકી કૅટને ગળે લગાડી. આ સીન દરમિયાન કૅટે શાહરુખને જણાવ્યું કેકપ એટલા જોશથી ના ફેંકો, બહુ લાઉડ લાગે છે. જ્યારે આ વાત શાહરુખે યશને જણાવી, તો યશ ચોપરાએ શાહરુખનને જણાવ્યું કે હવે કૅટરના જેવ નવી હીરોઇનો મને કામ કરતાં શીખવાડશે? આ વાત શાહરુખે કૅટરીનાને બતાવી નહોતી, પરંતુ કેબીસીના સેટ પર શાહરુખે આ કિસ્સો બિગ બી સાથે શૅર કર્યો.

શાહરુખ-યશજી થયાં ઇમોશનલ

શાહરુખ-યશજી થયાં ઇમોશનલ

શાહરુખે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે જ્યારે તેઓ કાશ્મીરમાં શુટિંગ કરતા હતાં, ત્યારે શુટિંગ બાદ જીપમાં યશ ચોપરાએ જણાવ્યું કે બસ હવે થઈ ગયું, હવે હું કોઈ ફિલ્મ નહિં કરૂં. સમય પૂરો થઈ ગયો. યશજીના મોઢે આ વાત સાંભળી શાહરુખની આંખોમાં આંસુ વહી નિકળ્યાં અને બંને એક-બીજાને ભેંટી પડયાં.

શાહરુખની શિષ્ટતાથી કૅટરીના ઇમ્પ્રેસ થયાં

શાહરુખની શિષ્ટતાથી કૅટરીના ઇમ્પ્રેસ થયાં

પ્રેસ કૉન્ફ્રેંસ દરમિયાન કૅટરીનાએ જણાવ્યું કે ફિલ્મના એક ગીત ઇશ્ક શાવાના શુટિંગ દરમિયાન બહુ ઠંડી હતી. ગીતનું શુટિંગ પૂરૂં થતાં જ શાહરુખે મને કાંપતી જોઈ જણાવ્યું-કાશ! મારી પાસે ધાબળું હોત, તો તમને આ ઠંડીનો સામનો ન કરવો પડત. શાહરુખનો આ વ્યવહાર જોઈ કૅટરીના ઘણાં ઇમ્પ્રેસ થઈ ગયાં.

કૅટરીના અંગે અધૂરૂં રહી ગયું યશજીનું સ્વપ્ન

કૅટરીના અંગે અધૂરૂં રહી ગયું યશજીનું સ્વપ્ન

યશ ચોપરા પોતાની દરેક ફિલ્મની જેમ જબ તક હૈ જાનની મુખ્ય હીરોઇન કૅટરીના કૈફ સાથે એક રોમેન્ટિક ગીતનું શુટિંગ કરવાં ઇચ્છતા હતાં. તેઓ સફેદ શિફૉન સાડીમાં કૅટ સાથે આ શુટિંગ કરવા માંગતા હતાં. જોકે અધવચ્ચે જ તેઓનું નિધન થઈ ગયું. હવે આ પ્રસ્તાવિત ગીત વગર જ ફિલ્મ રિલીઝ થવાની છે.

પહેલી વાર કાશ્મીર ગયાં શાહરુખ

પહેલી વાર કાશ્મીર ગયાં શાહરુખ

શાહરુખે જણાવ્યું કે તેમના પિતા કાયમ તેમને કહેતાં હતાં કે મારે એક વાર કાશ્મીર જરૂર જવું જોઇએ, પરંતુ જ્યારે મેં નક્કી કર્યુ હતું કે જ્યારે પણ કાશ્મીર જઈશ, પિતા સાથે જ જઈશ. જ્યારે યશજીએ જણાવ્યું કે તેઓ શુટિંગ કાશ્મીરમાં કરવા માંગે છે, તો શાહરુખને પોતાના પિતાની યાદ આવી ગઈ અને તેઓ તરત જ તૈયાર થઈ ગયાં.

ટાઇટલ અંગે માથાકૂટ

ટાઇટલ અંગે માથાકૂટ

ફિલ્મ જબ તક હૈ જાનના ટાઇટલ અંગે આખી ટીમ ઉલઝનમાં દેખાઈ. ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જ અનેક વાર ટાઇટલ બદલાયાં, પરંતુ તે તમામ ખોટા ઠરતાં. આખરે લાંબા સમય બાદ જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું અને તેમાં ફિલ્મનું નામ જબ તક હૈ જાન સ્પષ્ટ થયું.

ટાઇટલ અંગે માથાકૂટ

ટાઇટલ અંગે માથાકૂટ

ફિલ્મ જબ તક હૈ જાનના ટાઇટલ અંગે આખી ટીમ ઉલઝનમાં દેખાઈ. ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જ અનેક વાર ટાઇટલ બદલાયાં, પરંતુ તે તમામ ખોટા ઠરતાં. આખરે લાંબા સમય બાદ જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું અને તેમાં ફિલ્મનું નામ જબ તક હૈ જાન સ્પષ્ટ થયું.

યશજીએ બનાવી નવી જોડી

યશજીએ બનાવી નવી જોડી

શાહરુખ ખાનને લઈ યશ ચોપરાએ અનેક રોમાન્ટિક ફિલ્મો બનાવી છે અને શાહરુખ સાથે અનેક અભિનેત્રીઓની રોમાન્ટિક જોડીઓ બનાવી છે. દરેક રોમાન્ટિક જોડી બૉક્સ ઑફિસ સક્સેસ રહી. જતાં-જતાં યશજી શાહરુખ સાથે કૅટની જોડી બનાવતાં ગયાં. હવે જોઇએ કે લોકોને તે કઈ હદ સુધી ગમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X