જુઓ તસવીરો : લવિંગ કૅટ અને જૉન્ટી સોનાક્ષી
મુંબઈ, 10 નવેમ્બર : શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્માની યશ રાજ ફિલ્મ્સની જબ તક હૈ જાન મંગળવારે રિલીઝ થવા જઈ રહી છે. આ દીવાળીએ બૉક્સ ઑફિસે તો બે મોટા ધડાકાઓ થવાનાં છે. એક કરશે અજય પોતાની ફિલ્મ સન ઑફ સરદાર દ્વારા અને બીજો ધડાકો કરશે શાહરુખ ખાન પોતાની ફિલ્મ જબ તક હૈ જાન દ્વારા. બંને ફિલ્મો અંગે અત્યારથી ચર્ચાઓ જોરદાર શરૂ થઈ ગઈ છે. એક તરફ સોનાક્ષી સિન્હા, તો બીજી બાજુ સેક્સી કૅટરીના કૈફ. બંને અભિનેત્રીઓ દર્શકોની ફેવરિટ છે, પરંતુ આ દીવાળીએ કઈ ફટાકડી પસંદ પડે છે, તે જોવાનું આ બાકી છે.
જબ તક હૈ જાનને એટલો ભાવ મળી રહ્યો છે, કારણ કે પહેલી વાર સલમાન ખાનના નજીકના મિત્ર કૅટરીના કૈફ સાથે તેમનાં જ દુશ્મન શાહરુખ ખાન રોમાંસ કરનાર છે. સાથે જ યશ ચોપરાની છેલ્લી ફિલ્મ હોવાના પગલે પણ ફિલ્મને ખૂબ મહત્વ મળી રહ્યો છે. શાહરુખ તો આ ફિલ્મ સાથે લાગણીના તાંતણે બંધાયેલાં છે. ઉપરાંત અનુષ્કા શર્મા માટે પણ આ ફિલ્મ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે આ યશ ચોપરા સાથે તેમની છેલ્લી ફિલ્મ છે.
અજય દેવગણની સન ઑફ સરદાર પણ કોઈનાથી પાછળ નથી. સોનાક્ષી સિન્હા તેમજ અજય પહેલી વાર સાથે નજરે પડશે. ઉપરાંત સલમાન પણ આ ફિલ્મ સાથે જોડાયેલાં છે. અજય અને સોનાક્ષીને એસઓએસ પાસેથી ખૂબ આશાઓ છે. હવે જોઇએ કે દર્શકોની આશાએ આ બંને ફિલ્મોમાંથી કોણ ખરી સાબિત થાય છે.
જેટીએચએજમાં શાહરુખ તેમજ કૅટરીના અંતરંગ દૃશ્યો ખૂબ ધમાલ મચાવી રહ્યાં છે, તો સન ઑફ સરદારમાં સોના-અજય વચ્ચે પણ અનેક રોમાન્ટિક અને સુંદર દૃશ્યો ફિલ્માવાયાં છે.
આવો જોઇએ કે આ બંને જોડીઓ વચ્ચેની કેટલીક એવી તસવીરો કે જે જોઈ આપ પણ દિલ થામી બેસી જશો અને વિચારશો કે આખરે કોને જોઇએને કોને નહિં.

સેક્સી કૅટરીના
જબ તક હૈ જાનમાં કૅટરીના કૈફ ખૂબ સેક્સી નજરે પડે છે.

બિંદાસ્ત સોનાક્ષી
સન ઑફ સરદારમાં સોનાક્ષી સિન્હાએ એક સરદાર છોકરીનું પાત્ર ભજવ્યું છે. આ પાત્રમાં તેઓ એકદમ બિંદાસ્ત નજરે પડે છે.

શાહરુખ અને કૅટરીના
રોમાન્ટિક હીરો શાહરુખ અને કૅટ પ્રથમ વાર જબ તક હૈ જાનમાં એક સાથે દેખા દેશે. બંનેની જોડી અત્યારથી જ હિટ થઈ ચુકી છે.

અજય અને સોનાક્ષી
અજય અને સોનાક્ષીની આ પ્રથમ ફિલ્મ છે, પરંતુ બંને વચ્ચેની કેમેસ્ટ્રી લાજવાબ છે.

કૅટ-શાહરુખનું રોમાન્ટિક ડાંસ
જેટીએચજેમાં શાહરુખ અને કૅટરીનાએ એક સાથે અનેક સેક્સી ડાંસિંગ મૂવ્સ કર્યાં છે.

અજય અને સોનાક્ષી થયાં બિદાસ્ત
એસઓએસમાં સોનાક્ષી તેમજ અજય વચ્ચે સરદારની સ્ટાઇલ ધરાવતાં અનેક ડાંસિંગ સિક્વંસ ફિલ્માવાયાં છે.

જબ તક હૈ જાન
જેટીએચજે શાહરુખ-કૅટની પ્રથમ અને યશ ચોપરા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ છે.

સન ઑફ સરદાર
સન ઑફ સરદારમાં સોનાક્ષી અને અજય પ્રથમ વાર એક સાથે આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
