Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોનાક્ષી : દબંગથી લુટેરા સુધીની સફર

મુંબઈ, 12 નવેમ્બર : બૉલીવુડમાં 2010માં દબંગ ફિલ્મ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધડાકાભેર એન્ટ્રી કરનાર સોનાક્ષી સિન્હાએ અત્યાર સુધી એક પછી એક હિટ ફિલ્મો આપી છે. અત્યાર સુધી તેમણે કુલ છ ફિલ્મો કરી છે. તેમાંથી છઠી સન ઑફ સરદાર આવતીકાલે રિલીઝ થનાર છે. તેમની સાતમી ફિલ્મ લુટેરાનું પણ શુટિંગ ચાલુ છે અને કહેવાય છે કે આ ફિલ્મ આવતા વર્ષે 2013માં રિલીઝ થશે. તેમાં સોનાક્ષી રણવીર સિંહ સાથે દેખાશે. સોનાનું કહેવું છે કે લુટેરા ફિલ્મમાં તેમણે જે પાત્ર ભજવ્યું છે, તે તેમના દ્વારા ભજવાયેલ પાત્રોમાં સૌથી મુશ્કેલ છે.

સોનાક્ષીએ અત્યાર સુધી દબંગ, રાઉડી રાઠોડ, ઓહ માય ગૉડ, જોકર, દબંગ 2 અને સન ઑફ સરદાર ફિલ્મોમાં કામ કર્યું છે. આમ તમામ ફિલ્મોમાં સોનાક્ષીએ એક ટિપિકલ હીરોઇનનું પાત્ર ભજવ્યું છે, પરંતુ લુટેરામાં તેમનું પાત્ર કઈંક જુદુ છે. સોનાક્ષીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું - લુટેરા મારા ચરિત્ર મુજબ ખૂબ મુશ્કેલ રહી છે. આશા છે કે લોકોને આ ફિલ્મ મશે. સાથે જ તેમણે દિગ્દર્શક વિક્રમાદિત્ય અંગે જણાવ્યું કે વિક્રમાદિત્ય સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

લુટેરા ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થસે તથા તે પહેલાની સન ઑફ સરદાર આવતીકાલે રિલીઝ થશે. આ ફિલ્મમાં સોનાક્ષી પ્રથમ વાર અજય દેવગણ સાથે દેખાશે. એસઓએસ પછી દબંગ 2 વર્ષાંતે રિલીઝ થનાર છે. કહેવાય છે કે દબંગ 2 પણ બૉક્સ ઑફિસે સફળ થવાની છે. સાથે જ સન ઑફ સરદાર પાસેથી પણ સોનાને ખૂબ આશા છે.

આવો જોઇએ કે અત્યાર સુધીના કયા-કયા પાત્રો સોનાએ ભજવ્યાં છે અને તેમને કેટલાં પસંદ કરાયાં છે.

દબંગ

દબંગ

2010માં આવેલ દબંગ સોનાક્ષી સિન્હાની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં સોનાક્ષીનું પાત્ર ખૂબ પસંદ કરાયું. સોનાક્ષીએ આ જ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાના પગ જમાવી લીધાં.

રાઉડી રાઠોડ

રાઉડી રાઠોડ

દબંગ બાદ સોનાક્ષી અને અક્ષય કુમારની રાઉડી રાઠોડ રિલીઝ થઈ. આ ફિલ્મમાં સોનાક્ષી-અજયની જોડી ખૂબ પસંદ કરાઈ. અક્ષયની જેમ સોનાક્ષી પણ ફિલ્મમાં ખૂબ રાઉડી થઈ ગયાં.

જોકર

જોકર

અક્ષય તથા સોનાક્ષીની હિટ જોડી ફરી એક વાર જોકરમાં દોહરાવાઈ, પરંતુ આ વખતે સોનાના ભાગ્યે તેમનો સાથ ના આપ્યો.

ઓહ માય ગૉડ

ઓહ માય ગૉડ

આ ફિલ્મમાં સોનાક્ષી માત્ર એક આયટમ સૉંગમાં દેખાયાં, પરંતુ આ ગીતમાં સોનાનું ડાંસ ખૂબ પસંદ કરાયું.

સન ઑફ સરદાર

સન ઑફ સરદાર

આવતીકાલે બૉક્સ ઑફિસે પહેલી વાર સોનાક્ષી અજય દેવગણ સાથે સન ઑફ સરદારમાં નજરે પડશે. ફિલ્મની રિલીઝ અગાઉ અટકળો લગાવાઈ રહી છે કે આ ફિલ્મ ફરી એક વાર સોનાને હિટ કરાવશે.

દબંગ 2

દબંગ 2

આ વર્ષના અંતે એટલે કે નાતાલ ઉપર સલમાન તથા સોનાક્ષીની હિટ ફિલ્મ દબંગની સિક્વલ દબંગ 2 રિલીઝ થશે.

લુટેરા

લુટેરા

2013માં સોનાક્ષી સિન્હાની ફિલ્મ લુટેરા રિલીઝ થશે. સોનાક્ષીનું કહેવું છે કે આ ફિલ્મમાં તેમનું પાત્ર ખૂબ મુશ્કેલ હતું. તેમાં સોનાક્ષી રણવીર સિંહ સાથે નજરે પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X