Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુઓ તસવીરો : સ્ટાર મમ્મી-પપ્પાની કાર્બન કૉપી

અમદાવાદ, 8 નવેમ્બર : બૉલીવુડના સિતારાઓના બાળકો પેદા થતાં જ સ્ટાર બની જતાં હોય છે. તેમને બાળપણથી જ નામ, પૈસો, પ્રસિદ્ધિ બધુ મળી જાય છે. અને મજાની વાત તો એ છે કે તેમાંથી અનેક નાનકડા સ્ટાર આબેહૂબ પોતાના સ્ટાર મમ્મી-પપ્પાના લુક્સ પામે છે. શાહરુખ ખાનના પુત્ર આર્યનથી લઈ સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહમ અને ઐશ્વર્રાય રાયની આરાધ્યાથી લઈ કાજોલની ન્યાસા પોતાના મમ્મી-પપ્પાની છબી લઈ પેદા થયાં છે.

શાહરુખ ખાનનો પુત્ર આર્યન લંડન ખાતે અભ્યાસ કરે છે અને એકદમ પોતાના પપ્પા જેવો જ દેખાય છે. શાહરુખની ઇચ્છા હતી કે તેમનો પુત્ર મીડિયાની નજરોથી દૂર રહી પોતાના અભ્યાસ ઉપર પુરતો ધ્યાન આપે. એટલે જ તેમણે પુત્રને માઇલો દૂર લંડન મોકલી દીધો.

બીજી બાજુ બૉલીવુડની સુંદરી ઐશ્વર્યા રાયની નાનકડી પુત્રી આરાધ્યા પણ જોવામાં આબેહૂબ પોતાના મમ્મી-પપ્પા એટલે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન જેવી જ છે. આરાધ્યા પોતાના માતા ઐશ સાથે પોતાના પપ્પા અભિષેક અને દાદા અમિતાભ બચ્ચનની આંખોનો સિતારો પણ છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં આરાધ્યા દ્વારા પોતાને દાદા સંબોધવાની માહિતી આપી અને સાથે જ એમ પણ લખ્યું કે નાનાકડી આરાધ્યાના મોઢેથી દાદા સાંભળી તેઓ ખૂબ લાગણીશીલ બની ગયાં. તેમનું જવન સફળ થઈ ગયું.

આ ઉપરાંત સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહીમની તસવીરો જોઈ તો આપ ચોંકી જ જશો. ઇબ્રાહીમનો ચેહરો આબેહૂબ પોતાના પપ્પા સૈફ સાથે મળતો આવે છે. બંનેની તસવીરો એક સાથે જોતાં આપ ઓળખી જ નહિં શકો કે આ સૈફ છે કે તેમનો પુત્ર.

આવો આપને વધુ ઇંતેજાર ના કરાવતાં બતાવીએ તેવા સ્ટાર કિડ્ઝની તસવીરો કે જેઓ પોતાના મમ્મી-પપ્પાની કાર્બન કૉપી છે. આ તસવીરો જોઈ આપને ફિલ્મ યે હૈ જલવાનું પેલું ગીત યાદ આવી જશે... ન ફૅક્સ, ન જેરૉક્સ, મૈં તો મેરે પાપા કી કાર્બન કૉપી...

ઐશ-આરાધ્યા

ઐશ-આરાધ્યા

ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનની પુત્રી 16મી નવેમ્બરે એક વરસની થઈ જશે. તે આબેહૂબ તેની માતા જેવી દેખાય છે. તેને જોઈ ઐશને પોતાનું બાળપણ યાદ આવી જાય છે.

શાહરુખ-આર્યન

શાહરુખ-આર્યન

જુઓ ગૌરી-શાહરુખ ખાનના પુત્ર આર્યનની તસવીર. કેમ આપ પણ મુંઝાઈ ગયા ને? બંને પિતા-પુત્ર એક-બીજાની કાર્બન કૉપી લાગે છે કે નહિં?

હૃતિક-રેહાન-રિદ્ધાન

હૃતિક-રેહાન-રિદ્ધાન

આ છે સુઝાન-હૃતિક રોશનની આંખોના તારા રેહાન અને રિદ્ધાન. હૃતિક પણ બાળપણમાં આટલાં જ ક્યૂટ અને એડોરેબલ હતાં.

સૈફ-ઇબ્રાહીમ

સૈફ-ઇબ્રાહીમ

આ છે અમૃતા સિંહ-સૈફ અલી ખાનના સાહેબઝાદા ઇબ્રાહીમ. સૈફ અને ઇબ્રાહીમને સામ-સામે જોઈ આપ અનુમાન કરી શકો છો કે બંનેના ચહેરા એક-બીજા સાથે કેટલાં મળતા આવે છે.

અમૃતા-સારા

અમૃતા-સારા

અમૃતા સિંહ-સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન આબેહૂબ તેની માતા ઉપર ગઈ છે. તેની આંખો, સ્મિત જોઈ આપ પણ ચકમો ખાઈ જશો.

સંજય-શારાન

સંજય-શારાન

માન્યતા-સંજય દત્તનાપુત્ર શારાનની આ તસવીર સ્પષ્ટ જણાવે છે કે ચેહરાની સાથે સંજય અને શારાનના એટીટ્યૂડ એક-બીજા સાથે કેટલાં મળતા આવે છે.

સુહેલ-યોહાન

સુહેલ-યોહાન

સીમા સચદેવ-સોહેલ ખાનના પુત્ર યોહાનની તસવીર જોઈ આપને વિશ્વાસ તો થઈ જ ગયો હશે કે સોહેલ-યોહાન એક-બીજા સાથે કેટલાં મળતા આવે છે.

સુનીલ-આહાન

સુનીલ-આહાન

માના-સુનીલ શેટ્ટીની પુત્રી આહાનનો ચેહરો પણ પિતા એટલે કે બૉલીવુડના સ્ટીલ મૅન સુનીલ સાથે ખૂબ જ મળે છે.

શ્રીદેવી-જાહ્નવી

શ્રીદેવી-જાહ્નવી

આ છે શ્રીદેવી-બૉની કપૂરનું પરિવાર. તેમની બંને પુત્રીઓમાંથી મોટી એટલે કે જાહ્નવી આબેહૂબ પોતાના માતા શ્રીદેવી જેવી જ દેખાય છે.

માધુરી-રાયન

માધુરી-રાયન

માધુરી દીક્ષિત-શ્રીરામ નેનેના બે પુત્રો છે, પરંતુ મોટો પુત્ર રાયન પોતાની માતા માધુરી ઉપર ગયો છે. તેનું સ્મિત આબેહૂબ માધુરી જેવી જ છે.

રવીના-રાશા

રવીના-રાશા

રવીના ટંડન-અનિલ ઠડાનીના બે સંતાનો એક પુત્રી અને એક પુત્ર છે. રવીનાની પુત્રી રાશા આબેહૂબ માતા જેવી જ દેખાય છે.

સલમા-સાશા

સલમા-સાશા

સલમા આગા-રહેમત ખાનના પુત્રી સાશા ટુંકમાં જ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર છે. સાશાનો લુક્સ મહદઅંશે સલમાની યાદ અપાવે છે.

કરિશ્મા-કિયાન

કરિશ્મા-કિયાન

સંજય-કરિશ્મા કપૂરનો એક પુત્ર છે કિયાન. કિયાનની આંખો આબેહૂબ કરિશ્મા જેવી જ છે.

અક્ષય-આરવ

અક્ષય-આરવ

ટ્વિંકલ ખન્ના-અક્ષય કુમારનો મોટો પુત્ર આરવ એકદમ પોતાના પપ્પા એટલે કે એક્શન કિંગ અક્ષયની જેમ જ દેખાય છે.

કાજોલ-ન્યાસા

કાજોલ-ન્યાસા

કાજોલ-અજય દેવગણના બે સંતાનો પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે. તેમાં ન્યાસા તો આબેહૂબ મમ્મી કાજોલ ઉપર ગઈ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X