જુઓ સૈફરીનાના ગ્રાંડ રિસેપ્શનની તસવીરી ઝલક
મુંબઈ, 19 ઑક્ટોબર : ગુરુવાર રત્રે આઠ વાગ્યે સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નનું રિસેપ્શન એટલે કે દાવત-એ-વલીમા યોજાઈ ગયું. તેમાં બૉલીવુડની વીવીઆઈપી હસ્તીઓ શામેલ થઈ.
આ પાર્ટીમાં કરીનાના ફેવરિટ દિગ્દર્શક મધુર ભંડારકર, કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, આયોજન પંચના ઉપાધ્યક્ષ મૉન્ટેકસિંહ અહલુવાલિયા, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત, ભાજપ નેતા અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અબ્બાસ અલી બેગ, એસપીના પૂર્વ નેતા અમરસિંહ સહિત બૉલીવુડની નામચીન હસ્તીઓ શામેલ થઈ.
બૉલીવુડના આ હૉટ ગોલ્ડન કપલ સૈફરીનાનું રિસેપ્શન મોઘલાઈ અંદાજમાં ગઈકાલે રાતે પટૌડી પૅલેસે સમ્પન્ન થયું. કાર્યક્રમના ઇવેન્ટ મૅનેજરે જણાવ્યું કે તેમના પુરતા પ્રયત્નો હતાં કે તેઓ એક એવું સ્ટેજ તૈયાર કરે જે નવાબીકાળનું લાગે અને તેઓ તે કરવામાં સફળ રહ્યાં હતાં.
જુઓ તસવીરોમાં સૈફ-કરીનાનું ગ્રાંડ રિસેપ્શન :

સૈફરીનાનું ગ્રાંડ રિસેપ્શન
સૈફ-કરીનાનું ગ્રાંડ રિસેપ્શન દિલ્હીના ઔરંગઝેબ રોડ પર શાનદાર તેમજ દબદબાપૂર્વક યોજાયું.

મધુર સાથે
કરીના કપૂર પોતાના ફેવરિટ દિગ્દર્શક મધુર ભંડારકર સાથે.

આતુર છોટે નવાબ
પોતાના જ લગ્નની પાર્ટીમાં જવા આતુર જણાતાં સૈફ અલી ખાન. પાછળ છે કરિશ્મા કપૂર.

કરિશ્મા-રણબીરના ઠુમકાં
પાર્ટીમાં કરીનાના મોટા બહેન કરિશ્મા કપૂર સાથે પિતરાઈ ભાઈ રણબીર કપૂરે પણ ઠુમકાં લગાવ્યાં.

તુષાર-મલ્લિકા પણ ઝુમ્યાં
કરિશ્મા, તુષાર કપૂર અને મલ્લિકાએ પણ કરીના માટે ડાંસ કર્યું.

તિકડી
કરીના, કરિશ્મા અને રણબીરની તિકડી.

વર-વધુ
ગઈકાલે પટૌડી પૅલેસ જવા માટે વિમાનમાંથી એરપોર્ટે ઉતર્યા હતાં વર સૈફ અને વધુ કરીના.












Click it and Unblock the Notifications
