For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ કોણ-કોણ પહોંચ્યું સૈફરીનાની નિકાહ પાર્ટીમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 17 ઑક્ટોબર : બૉલીવુડના ગોલ્ડન હૉટ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂરના કોર્ટ મૅરેજ બાદ સાંજે નિકાહ પાર્ટી યોજાઈ હતી. તેમાં બૉલીવુડ સહિત વિવિધ ક્ષેત્રોની નામચીન હસ્તીઓએ ભાગ લીધો હતો.

મંગળવારે સૈફ-કરીનાએ રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં. તમામ ઔપચારિકતાઓ સૈફના બાંદ્રા વાળા ઘરે ગઈકાલે બપોરે સમ્પન્ન થઈ. લગ્નનું એક સમારંભ આજે દિલ્હીમાં અને પછી એક પાર્ટી આવતીકાલે પટૌડી પૅલેસ-ગુડગાંવ ખાતે યોજાશે. લગ્ન બાદ સૈફ-કરીનાએ પોતાના ઘરની બાલ્કનીમાં આવી લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને લોકોનો આભાર વ્યક્ત કર્યોં. 18મીથી 21મી તારીખ સુધી સૈફ-કરીના પટૌડી પૅલેસમાં જ રહેશે.

કોર્ટ મૅરેજ બાદ શાનદાર નિકાહ પાર્ટી યોજવામાં આવી હતી. જુઓ તસવીરોમાં કે કોણ-કોણ આ મહેફિલમાં હાજર રહ્યુ હતું.

કરિશ્માએ રંગ જમાવ્યો

કરિશ્માએ રંગ જમાવ્યો

નિકાહ પાર્ટીમાં કરીનાના બહેન કરિશ્માએ પણ રંગ જમાવ્યો હતો.

કિંગ ખાન

કિંગ ખાન

કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પણ પોતાના પત્ની ગૌરી ખાન સાથે પાર્ટીમાં હાજર થયાં.

રતન તાતા

રતન તાતા

નિકાહ પાર્ટીની શાન બન્યાં રતન તાતા.

રણધીરના અંદાજ

રણધીરના અંદાજ

નિકાહ પાર્ટીમાં મહેમાનોનું સ્વાગત કરીનાના પિતા રણધીર કપૂરે કઈંક આવા અંદાજમાં કર્યું.

લાલ સાડીમાં પ્રીતિ ઝિંટા

લાલ સાડીમાં પ્રીતિ ઝિંટા

ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા લાલ સાડી પહેરી મહેફિલમાં પહોંચ્યાં.

ઋષિ અંકલ વ્યસ્ત

ઋષિ અંકલ વ્યસ્ત

કરીનાના કાકા એટલે કે ઋષિ કપૂર પાર્ટીમાં ઘણાં વ્યસ્ત દેખાતા હતાં.

આંટીય પાછળ નથી

આંટીય પાછળ નથી

કરીનાના કાકી નીતૂ કપૂર પણ પાર્ટીમાં કોઈનાથી ઓછા ઉતરતા આવતા નહોતાં.

સોહાના અરમાન

સોહાના અરમાન

સૈફના બહેન સોહા અલી ખાનના અરમાનોનો ઉત્સાહ જોવાલાયક હતો.

શ્વેતાની હાજરી

શ્વેતાની હાજરી

નિકાહ પાર્ટીમાં શ્વેતા બચ્ચન પણ હાજર રહ્યા હતાં.

શણગાર સજી પહોંચી સોનમ

શણગાર સજી પહોંચી સોનમ

સોનમ કપૂર નિકાહ પાર્ટીમાં શણગાર સજીને પહોંચી હતી.

English summary
Saif Ali Khan and Kareena Kapoor have reportedly, exchanged vows today at the Taj Hotel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X