હવે હૉલીવુડમાં થશે કામસૂત્ર 3ડીનું શુટિંગ
મુંબઈ, 9 નવેમ્બર : એક તરફ પૂનમ પાન્ડે, તો બીજી બાજુ શર્લિન ચોપરા. એક શેર, તો એક સવા શેર. બે વાર ટ્વિટર પર કપડાં ઉતારી ચુકેલ શર્લિન હાલ કામસૂત્ર 3ડી ફિલ્મમાં વ્યસ્ત છે. ફિલ્મ અંગે શર્લિને અત્યાર સુધી કોઈ મોટો ધડાકો તો નથી કર્યો. બસ એટલુંજ બોલ્યા છે કે ફિલ્મનું નામ જ ફિલ્મના વિષય અને મારા રોલ અંગે બતાવવા માટે ઘણું છે.
હવે સમાચાર એવાં મળી રહ્યાં છે કે ફિલ્મના હૉટ સીન્સ હવે ભારતમાં શુટ નહિં થાય. હવે ફિલ્મના તમામ એડલ્ટ દૃશ્યોનું શુટિંગ હૉલીવુડમાં થશે. ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું કે અમે ભારતમાં શર્લિનનું ન્યુડ શુટિંગ કરી કોઈ હોબાળો મચાવવા નથી માંગતા.તેથી તેઓ પોતાની ફિલ્મના તમામ હૉટ સીન્સ હૉલીવુડમાં શુટ કરશે. આ અગાઉ શર્લિન માટે નિર્માતાઓએ જણાવ્યું હતું કે શર્લિન તેમની ફિલ્મના વિષય સાથે પૂર્ણત્વે અનુકૂળ આવે છે. તેઓ હૉટ એન્ડ સ્પાઇસી તો છે જ, ઇન્ડિયન લુક પણ ધરાવે છે. તેથી તેમણે ફિલ્મમાં શર્લિનને લીધી.
જુઓ તસવીરોમાં કામસૂત્ર 3ડીમાં શર્લિનની હૉટ અદાઓ :

ન્યુડ થશે
મૉડેલ શર્લિન ચોપરાએ કામસૂત્ર 3ડી નામની ફિલ્મ સાઇન કરી છે. તેને લઈને તે ખૂબ ઉત્સાહિત છે. તેના માટે તેઓ ન્યુડ થશે અને ગરમા-ગરમ સીન્સ આપશે.

પરસેવે રેબઝેબ થશે દર્શકો
શર્લિને દાવો કર્યો છે કે તેમની આ ફિલ્મ જોઈ દર્શકો પરસેવે રેબઝેબ થઈ જશે અને કોઈ પણ હીરોઇનને યાદ કરવાનું ભુલી જશે. આ ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પૉલ કરશે.

રેખા સાથે સરખામણી
કામસૂત્ર નામે અગાઉ મીરા નાયરે વર્ષ 1996માં ફિલ્મ બનાવી હતી. તેમાં લીડ રોલ રેખાએ કર્યો હતો. ફિલ્મમાં રેખા સેક્સ ઇન્સ્ટ્રક્ટર બન્યા હતાં. તેથી અનાયાસે જ કામસૂત્ર 3ડીના શર્લિનની કામસૂત્રના રેખા સાથે સરખામણી થશે.

હૉલીવુડમાં શુટિંગ
ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું કે અમે ભારતમાં શર્લિનને ન્યુડ શુટ કરી કોઈ હોબાળો મચાવવા નથી ઇચ્છતાં. તેથી તેઓ પોતાની ફિલ્મના તમામ હૉટ સીન્સનું શુટિંગ હૉલીવુડમાં કરશે.

શર્લિન યોગ્ય પાત્ર
નિર્માતાઓએ જણાવ્યું કે શર્લિન તેમની ફિલ્મના વિષય માટે યોગ્ય પાત્ર હતાં. તેઓ હૉટ એન્ડ સ્પાઇસી તો છે જ. સાથે તેઓ ઇન્ડિયન લુક પણ ધરાવે છે. તેથી તેમણે ફિલ્મમાં શર્લિનને સાઇન કરી છે.












Click it and Unblock the Notifications
