રુઆંટા ઊભા કરી દેતું 1920 એવિલ રિટર્ન્સનું ટ્રેલર
અમદાવાદ, 5 ઑક્ટોબર : વિક્રમ ભટ્ટની 2008માં રિલીઝ થયેલી ફિલ્મ 1920ની સિક્વલ 1920 એવિલ રિટર્ન્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ ફિલ્મનું ટ્રેલર જ એટલું ભયાનક છે કે તમારા રુઆંટા ઊભા થઈ જાય. તો હવે ટ્રેલર ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ કેટલી હૉરર હશે. જો આપ નબળા હૃદયના છો તો આ ટ્રેલરના જોતાં.
ફિલ્મ 1920 એટલે કે પ્રથમ ભાગે લોકોને એટલુ બધું બિવડાવ્યુ હતું કે ઘણાં સમય સુધી આ ફિલ્મને લોકો પોતાના દિલમાંથી કાઢી નહોતા શક્યાં. હવે તેના સિક્લવ દ્વારા ફરી એક વાર વિક્રમ ભટ્ટ લોકોમાં ભય અને ડર જગાડવા આવી રહ્યાં છે. બહુ જ જલ્દી આ ફિલ્મ રિલીઝ થવાની છે. હાલ તો તેનું ટ્રેલર રિલીઝ થઈ છે કે જેને જોઈને આપના રુઆંટા ઊભા થઈ જશે.
ભટ્ટ કૅમ્પની પરમ્પરા મુજબ આ સિક્વલની પણ પોતાની પ્રથમ સિરીઝ સાથે કોઈ લિંક નહિં હોય. ફિલ્મમાં આફતાબ શિવદાસાની, વિદ્યા માલવડ, ટિયા બાજપાઈ જેવા કલાકારો છે.












Click it and Unblock the Notifications
