‘બંદા ગુડ હૈ, દિલ કા શુદ્ધ હૈ’ : પોલીસગિરીમાં મુન્નાના દિલની વાત
મુંબઈ, 16 મે : બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર જોતાં સ્પષ્ટ રીતે એમ લાગે છે કે જાણે તેમાં સંજય દત્તના દિલની વાત કહેવાતી હોય.

એક બાજુ સંજય દત્ત આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે આજે યરવડા જેલમાં જતા રહ્યાં, તો બીજી બાજુ તેમની પોલીસગિરી ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
પોલીસગિરી ફિલ્મના ટીઝરમાં એક ગીત છે. તેના બોલ છે ‘બંદા ગુડ હૈ, દિલ કા શુદ્ધ હૈ, એક્શન હીરો ઔર નામ રૉબિન હુડ હૈ....' ગીતના આ બોલથી સ્પષ્ટ વર્તાય છે કે સંજય દત્ત જાણે હવે પોતે સુધરી ગયાં છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સંજય દત્તે અનેક વાર એમ જણાવ્યું કે તેઓ હવે સુધરી ગયાં છે અને અનેક ચૅરિટી કાર્યો પણ કરે છે. એટલું જ નહીં મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ જેવી ફિલ્મો કરી પણ તેમણે આ વાતની સાબિતી આપવાના પ્રયત્નો કર્યાં.
પોલીસગિરી ફિલ્મના ટીઝરની શરુઆતમાં સંજય દત્ત કહે છે કે આજ સે ઇસ શહર મેં ગુંડાગિરી બંદ ઔર પોલીસગિરી શુરૂ, માઇંડ ઇટ... આ સંવાદ બાદ સંજય દત્ત બંદા ગુડ હૈ... ગીત પણ ગાતાં દેખાય છે.
<center><iframe width="100%" height="417" src="http://www.youtube.com/embed/RdKhLWkw9DE" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
