જુઓ સૈફ-કરીનાની સંગીત સેરેમની
મુંબઈ, 15 ઑક્ટોબર : સૈફ-કરીના આવતીકાલે 16મી ઑક્ટોબરે પતિ-પત્ની બની જશે. સાત ફેરાના બંધનમાં બંધાતા અગાઉ બંને જ સિતારાઓ દરેક રશમો શિદ્દત સાથે નિભાવવા માંગે છે. આ જ ક્રમે મુંબઈના બાંદ્રા ખાતે કરીના-સૈફના લગ્નની સંગીત સેરેમની યોજાઈ. તેમાં બૉલીવુડના નામચીન લોકોએ ભાગ લીધો. જોકે આ સમારંભ બહુ ઓછા, પરંતુ ખાસ લોકો માટે હતો.

કરીના હંમેશની જેમ સુંદર લાગી રહ્યા હતાં. તેમણે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ પીળા રંગનો સરારા પહેર્યુ હતું, તો સૈફ મિયા સફેદ કલરના ખૂબસૂરત લિબાઝમાં હતાં.
આપને જણાવી દઇએ કે લગ્ન માટે તો કરીના તે જ લહેંો પહરેશે કે જે તેમના સાસુ શર્મિલા ટાગોરે પોતાના લગ્નમાં પહેર્યો હતો, પરંતુ સૈફ અલી ખાન પોતાના લગ્નમાં ગોલ્ડન કલરની અચકન અને પાઘડી પહેરનાર છે. સૈફના લગ્નનું જોડું રાઘવેન્દ્ર રાઠૌડે તૈયાર કર્યું છે.
નોંધનીય છે કે સૈફ-કરીના આવતીકાલે 16મી ઑક્ટોબરે કોર્ટ મૅરેજ કરવાના છે. ત્યાં બંને માત્ર કૅઝ્યુઅલ લુકમાં નજરે પડશે. લહેંગો અને શેરવાની તો દાવત-એ-વલીમા માટે તૈયાર કરાયાં છે કે જે ગુડગાંવ ખાતે આવે પટૌડી પૅલેસમાં 18મીએ યોજાશે.












Click it and Unblock the Notifications
