ફેસબુક પર સલમાનને જોઈ ઘેલી થઈ છોકરીઓ
મુંબઈ, 15 સપ્ટેમ્બર : એ વાત તો ઘણી સાંભળેલી કે બૉલીવુડના હેંડસમ હીરોમાં શામેલ સલમાન ખાન માટે છોકરીઓ ઘેલી છે, પણ સાક્ષાત્ રીતે એ વખતે પણ જોવામાં પણ આવ્યું જ્યારે સલમાન ખાન ફેસબુક પેજ લાઇવ થયાં,

સલમાનને ફેસબુક ઉપર જોતાં જ છોકરીઓ પોતાની જાતને રોક ન શકી. તેઓ પોતે તો સલ્લુ મિયાને ફેસબુક પર લાઇક કરી રહી હતી અને પોતાના મિત્રોને પણ ફોન કરી-કરીને જણાવી રહી હતી કે પ્લીઝ લાઇક સલમાન.
આ નજારો હતો બેંગલુરૂના એક સાયબર કાફેનો. NIFT કૉલેજની છોકરીઓ પોતાની કૉલેજ પાસે સાયબર કાફેમાં બેઠી હતી. તેમણે જેવો જ સલમાનને નેટ પર જોયું કે બસ ઘેલીઓની જેમ વર્તવા લાગી. આ વાત ઉપરથી અનુમાન કરી શકાય છે કે સલમાન ખાનને લોકો કેટલી હદે પ્રેમ કરે છે.
નોંધનીય છે કે જેવો જ સલમાને પોતાનું ફેસબુક એકાઉંટ લાઇવ કર્યું કે તેમને અડધા કલાકની અંદર 2.6 મિલિયન લાઇક્સ મળી. સલમાન ખાને પોતાના વીડિયો મેસેજ વડે એ જણાવવાની કોશિશ કરી કે તેમના નામે ઘણાં ફેક પેજ છે. માટે તમે લોકો મને જોઈને જ પેજ જોડશો.
સલમાને જણાવ્યું કે જેટલા ફેક લોકોએ મારા નામે પેજ બનાવ્યાં છે, તેમને બધાને હું એટલું જ કહી શકું કે તેઓ બધા મારી સાથે જોડાઈ જાય.
સલમાન ફેસબુકના માધ્યમથી ‘બીંગ હ્યુમન સિરીઝ' શુરૂ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
