Oh No! : આલિયા, પરિણીતી અને નરગિસ નહીં રમે હોળી!

મુંબઈ, 17 માર્ચ : આજે રંગોનો તહેવાર હોળી છે અને સામાન્ય પ્રજાજનોની જેમ બૉલીવુડ સ્ટાર્સે પણ પોત-પોતાની રીતે હોળી રમવાનું આયોજન કર્યું છે. જોકે કેટલાંક નવા કલાકારો એટલા બધા વ્યસ્ત છે કે તેમની પાસે હોળી રમવાનો સમય જ નથી, તો જૂના કલાકારો પરમ્પરાગત રીતે હોળી ઉજવવાના છે.

દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી, અભિનેતા મનોજ બાજપાઈ તથા રાજકુમાર રાવ હોળી રમવા માટે આતુર છે, તો નવી પીઢેીના કલાકારો પરિણીતી ચોપરા, આલિયા ભટ્ટ તથા નરગિસ ફખરીનું કહેવું છે કે તેઓ પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત હશે કે હોળીની મસ્તીમાં જોડાવવાનો સમય જ નહીં મળે.

ચાલો તસવીરો સાથે જાણીએ બૉલીવુડનું હોળી પ્લાનિંગ :

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર

મારા માટે હોળી હંમેશા જ પરિવાર સાથે સમય પસાર કરવાની તક હોય છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

હું દિલ્હીમાં શૂટિંગ કરી રહી છું. તેથી મારા માટે હોળી પણ કામ કરવાનો દિવસ હશે.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

મને હોળીનો બહુ શોખ નથી. આ હોળીએ હું માત્ર પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માંગુ છું.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

હું હોળી નહીં રમી શકું. હું હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મનું શૂટિંગ કરી રહી હોઇશ.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

હું ઘરે પોતાના નજીકના મિત્રો તથા પરિવાર સાથે હોળી રમીશ.

શબાના આઝમી

શબાના આઝમી

કારણ કે આ મારા પૈતૃક ઘર જાનકી કુટીરમાં એક પરમ્પરા છે, તેથી અમે ફિલ્મ જગત તથા રંગભૂમિ સાથે જોડાયેલા નજીકના મિત્રો સાથે હોળી ઉજવીશું.

ઋષિ કપૂર

ઋષિ કપૂર

હું ચંડીગઢમાં શૂટિંગ કરી રહ્યો છું. મેં બે દિવસની હોળીની રજા લીધી છે, પણ હોળી નથી રમતો.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

હું મૈં તેરા હીરો ફિલ્મના પ્રચારની ભાગદોડમાં વ્યસ્ત રહીશ. તેથી મને નથી લાગતું કે હોળી રમવાની તક મળશે.

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ

હું બિલ્કુલ હોળી નથી રમતો, પણ આ વખતે કોઈ વિકલ્પ નથી, કારણ કે મારી દીકરી જિદે ચઢી છે.

રોનિત રૉય

રોનિત રૉય

હું વર્ષોથી હોળી નથી રમ્યો.

મનીષ પૉલ

મનીષ પૉલ

હું પોતાના એક મિત્રના ફાર્મ હાઉસે મિત્રો અને પરિવાર સાથે હોળી રમીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X