શું છે Doob? જેનો રિયા અને રકુલે ચેટમાં વારંવાર ઉલ્લેખ કર્યો
શું છે Doob? જેનો રિયા અને રકુલે ચેટમાં વારંવાર ઉલ્લેખ કર્યો
નવી દિલ્હીઃ સીબીઆઈએ સુશાંત સુસાઈડ કેસની જેવી તપાસ શરૂ કરી કે આ મામલે ડ્રગ્સ એન્ગલ નીકળીને સામે આવી ગયું. જે બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ સૌવિક સહિત કેટલાય લોકોની ધરપકડ કરી છે. બાદમાં જ્યારે તપાસ આગળ વધી તો દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત સિંહ, શ્રદ્ધા કપૂર સહિત કેટલીય અભિનેત્રીઓના નામ પણ આ મામલે સામે આવ્યાં. જે બાદ શુક્રવારે એનસીબીએ રકુલની પૂછપરછ કરી, આ દરમ્યાન રકુલે પોતાના બચાવમાં કેટલીય વાતો કહી.

Doob નો મતલબ શું?
મુંબઇ મિરરના રિપોર્ટ મુજબ રિયા ચક્રવર્તી સાથે વ્હોટ્સએપ પર વાતચીતમાં Doob નામના શબ્દનો ઉલ્લેખ હતો, જેના પર રકુલે કહ્યું કે આ રોલ કરાયેલ તમાકુ છે. જેનો ડ્રગ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે એક એનસીબી અધિકારીના હવાલેથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તપાસ ટીમને રિયા અને રકુલની એક વ્હોટ્સએપ ચેટ મળી હતી, જેમા રિયાએ રકુલને કહ્યું કે 'Doob' કહાં હૈ. જેના પર રકુલે જવાબ આપ્યો કે મારા ઘરે. અધિકારી મુજબ ચેટમાં Doob નો મતલબ મારિજુઆના હતો.

દીપિકા- શ્રદ્ધાની પૂછપરછ
આ દરમ્યાન એક વ્હોટ્સએ ચેટમાં દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું. જે બાદ એનસીબીએ બંનેને સમન મોકલ્યું. જેના પર શનિવારે સવારે બંને એક્ટ્રેસ મુંબઈ સ્થિત એનસીબીની ઑફિસ પહોંચી, જ્યાં તેમની ડ્રગ્સ સંબંધિત પૂછપરછ કરવામાં આવી. અગાઉ શુક્રવારે દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ અને ધર્મા પ્રોડક્શનના કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રવિની પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં શનિવારે ક્ષિતિજની ધરપકડ કરવામાં આવી.

મોટા ડ્રગ્સ રેકેટની આશંકા
સૂત્રો મુજબ એનસીબીને બૉલીવુડમાં મોટું ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાનો શક છે, જેમાં 50 એક્ટર-એક્ટ્રેસ સામેલ છે. આ ઉપરાંત બી ગ્રેડ ફિલ્મોના કેટલાક લોકોના નામ પણ સામે આવ્યાં છે. અગાઉ એનસીબી બૉલીવુડની જબરી હસ્તીઓને પૂછપરછ માટે બોલાવવા માંગે છે. જે બાદ નાના સ્ટાર્સનો નંબર પણ આવશે. અત્યાર સુધીની થયેલી તપાસમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની 2017ના વૉટ્સએપ ચેટના આધારે પૂછપરછ કરવામાં આવી, જે જયા સાહાના ફોનમાં મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
