જ્યારે અમિતાભ બચ્ચને કરીના કપૂરના પગ ધોયાં

ભોપાલ, 28 ફેબ્રુઆરી : ચોંકી ગયાને? અરે આ શું થઈ ગયું? અમિતાભ બચ્ચને કરીનાના પગ ધોયાં? આ કેમ શક્ય છે? તો મિત્રો આ સાચુ છે. અમિતાભે કરીનાના પગ ધોયા હતાં, પરંતુ અત્યારે નહીં, પણ ત્યારે કે જ્યારે તેઓ માત્ર ત્રણ વરસના હતાં.

amitabh-kareena

હકીકતમાં વાત 1983ની છે કે જ્યારે અમિતાભ બચ્ચન પુકાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતાં, તે પણ કરીનાના પપ્પા રણધીર કપૂર સાથે. ફિલ્મના સેટ ઉપર નાનકડી કરીના પણ આવતી હતી. તે વખતે તે માત્ર ત્રણ વરસની હતી. એક દિવસ ફિલ્મના એક દૃશ્યમાં રણધીર કપૂરની કેટલાંક ગુંડાઓ ધોલાઈ કરતા હતાં. કરીનાને લાગ્યું કે તેના પપ્પાની ધોલાઈ થઈ રહી છે. તે જોર-જોરથી રડવા લાગી અને અચાનક પોતાના પપ્પાને બચાવવા દોડી અને પડી ગઈ. તેના પગમાં માટી ચોંટી ગઈ કે જે અમિતાભે તેને ગોદમાં ઉપાડી સાફ કરી. એટલું જ નહીં અમિતાભે કરીનાના પગ પણ પાણી વડે ધોવડાવ્યાં. અમિતાભ બચ્ચને પોતે આ વાત પોતાના બ્લૉગ ઉપર લખી છે.

નોંધનીય છે કે પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહમાં અમિતાભ બચ્ચન, કરીના કપૂર ઉપરાંત અજય દેવગણ, અર્જુન રામપાલ અને અમૃતા રાવ પણ છે. કહે છે કે ફિલ્મ અણ્ણા હઝારેના આંદોલન ઉપર આધારિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X