• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓએમજી : આપણી અંદર ક્યારે જાગશે અક્ષય?

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ. ક્યાં છે ઈશ્વર? કોને કહેવાય ઈશ્વર? શું ગૉડ પોર્ટિકલની શોધ સુધી જ સંકોચાઈ શકે છે ઈશ્વર? શું ગીતા, બાયબલ અને કુરાનમાં છે ઈશ્વર?

કાનજીભાઈ મહેતાએ તો સાબિત કરી આપ્યું કે ઈશ્વર છે. તે જ આ સમગ્ર સૃષ્ટિના રચનાકાર અને સંહારક છે. આ તો વાત થઈ કાનજીભાઈ મહેતાની, પરંતુ આપણે ક્યાં સુધી અર્જુન રહીશું? શું આપણે આપણું સમગ્ર જીવન અર્જુન બનીને જ વિતાવી દઇશું? શું આપણે સમગ્ર જીવન અર્જુન જ બની રહીશું? ક્યારેય કૃષ્ણ સાથે યોગ (સરવાળો) કરી કૃષ્ણાર્જન નહિં બનીએ? જો અર્જુનને ગીતાના બીજાં જ અધ્યાયમાં જ્ઞાન થઈ જાત, તો કૃષ્ણ પરમાત્માએ કદાચ 18મા અધ્યાય સુધી ગીતા સંભળાવવાની જરૂરિયાત જ પડી હોત.

કૃષ્ણે ગીતાના બીજા અધ્યાય એટલે કે સાંખ્ય યોગમાં જ અર્જુનને ગીતાનો સમ્પૂર્ણ જ્ઞાન પિરસી આપ્યુ હતું, પરંતુ અર્જુનને સમજાયું નહિં. તે તો અર્જન હતાં. તેમના મિત્ર પણ કૃષ્ણ જેવા હતાં. છતાંય તેમને મનુષ્ય જીવન અને પોતાના નામની સાર્થકતા સમજવામાં 18 અધ્યાયનો સમય લાગ્યો. મોડે, છતાંય અર્જુનને 18મે અધ્યાયે મનુષ્ય જીવન અને પોતાના નામની સાર્થકતાનો અનુભવ તો થયો.

કૃષ્ણ પરમાત્માએ અર્જુન ઉપર કૃપા કરી અને તેને 18મા અધ્યાયે પણ જ્ઞાન તો કરાવી જ દીધો, પરંતુ આપણે અર્જુનમાંથી તે અર્જુન ક્યારે બનીશુ કે જેનો અર્થ થાય છે સફેદ, ચાંદી જેવું ચમકદાર અને ઉજ્જ્વળ. હા જી. મહાભારતમાં જ્યારે ભગવાન કૃષ્ણે ગીતા જ્ઞાનનો આરંભ કર્યો, ત્યારે અર્જુન માત્ર એક નામ હતું. સંસ્કૃતમાં અર્જુનનો અર્થ થાય છે સફેદ, ચમકીલું, ઉજ્જ્વળ. અર્જુનના આ ગુણો સાકાર તો ગીતાનો 18મો અધ્યાય સમ્પન્ન થયા બાદ જ થયાં.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે કયા પ્રકારનો અર્જુન બનવું છે. કૃષ્ણમય, સફેદ, ચમકદાર, ઉજ્જ્વળ, પવિત્ર કૃષ્ણાર્જુન બનવું છે કે બસ સંસાર, મંદિરો-મસ્જિદો અને મોહ-માયામાં ફંસાઈ અસાર્થક નામી અર્જુન જેવું જીવન જીવવું છે.

ઉમેશ શુક્લા દિગ્દર્શિત ફિલ્મ ઓહ માય ગૉડ એટલે કે ઓએમજી જોયાં બાદ પણ જો આપણે તે કૃષ્ણ પરમાત્માને ન સમજી શકીએ, તો પછી ઘરે-ઘરે રાખેલી પેલી ગીતા હકીકતમાં ઉધઈની જ અધિકારી છે. તે બાઇબલ અને કુરાન માત્ર અને માત્ર એક ગ્રંથ જ છે. વેદ-પુરાણો બસ પોથીઓ જ છે.

પ્રસિદ્ધ ગુજરાતી રંગમંચ કલાકાર અને બૉલીવુડમાં હવે એક મોટી હસ્તી ધરાવતાં પરેશ રાવલના ગુજરાતી નાટક કાનજી વર્સિસ કાનજી (હિન્દીમાં કિશન બનામ કન્હૈયા) ઉપર આધારિત ફિલ્મ ઓહ માય ગૉડ ગત 28મી સપ્ટેમ્બરે પ્રદર્શિત થઈ. દસ દિવસ થઈ ગયાં. લાખો લોકોએ ફિલ્મ જોઈ. સોનાક્ષી સિન્હા અને પ્રભુદેવાના આઇટમ સૉંગ ગો... ગો... ગો... ગોવિંદા ઉપર ખુબ જ સિસોટિઓ વગાળી, પરંતુ ફિલ્મના બાકીના ગીતો પર ગોર કરનારાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય છે.

...હે રામ, હે કૃષ્ણા હે રામ, ડૉન્ટ વરી સારે નિયમ તોડો ઔર પાર્ટી કરતે જાઓ, ડાંસ ન આએ ફિર ભી દેખી ઠુમકા મારે જાઓ, ડૉન્ટ વરી સબકો એટીટ્યુડ દિખા કર મસ્તી કરતે જાઓ, તૂ ભુલા દે દુનિયાદારી કો, ટેંશન કો ઔર લાચારી કો, ભગા સબ બીમારી કો, લે દિલ સે કૃષ્ણા કા નામ, હે રામ... હે રામ... સુબ્રત સિન્હાએ નવા જમાનાનું ભક્તિ ગીત રચ્યું છે. તેમાં ભક્તને તમામ બંધનો તોડી જીવવાની સલાહ આપવામાં આવે છે. આખરે ભક્ત પણ તો તેને જ કહે છે જે ભગવાનથી વિભક્ત નથી. ઓએમજીમાં અંતે કાનજી મહેતાને પણ અક્ષય કુમાર રૂપી કૃષ્ણ વાસુદેવ યાદવ કહે જ છે કે જેમ ભગવાન વિના ભક્ત અપૂર્ણ છે, તેમ ભક્ત વિના ભગવાન અપૂર્ણ છે.

ઓએમજી ફિલ્મનું સૌથી મહત્વનું ગીત ....મેરે નિશાન... સાંભળવું એક સુખદ અનુભવ છે. કૈલાશ ખેરની આ ભાવપૂર્ણ અને ક્લાસિકક રજુઆત છે. મીત બ્રધર્સ અને અનજાને તેની રચના કરી છે. આજના જમાનામાં પણ આવા ભક્તિ સંગીતની રચના શક્ય છે. આશ્ચર્ય થાય છે. કુમારની અર્થપૂર્ણ રચના નોંધ કરવા યોગ્ય છે. ........મૈં તો નહીં હૂઁ ઇંસાનો મેં, બિકતા હૂઁ મૈં તો ઇન દુકાનોં મેં.... દુનિયા બનાઈ મૈંને હાથોં સે, મિટ્ટી સે નહીં જજ્બાતોં સે.. ફિર રહા હૂઁ ઢૂઁઢતા મેરે નિશાન, હૈં કહાઁ રચા મગર મનુષ્ય કી કરતૂતોં કો દેખ કર વહ ભી પીડ઼ા મેં હૈ। આ ગીત હૃદય સંગ્રહવા યોગ્ય છે.

ત્રીજું ગીત પણ ......તૂ હી તૂ દિલ મેં હૈ, મેરે રાત દિન શામ સવેરે હો, ફિર ઉજાલે અંધેરે, તૂ હર પલ સાથ હૈ મેરે, હરે રામા હરે કૃષ્ણા, કૃષ્ણા-કૃષ્ણા હરે-હરે... તૂ હૈ મેરે અહસાસોં મેં, મેરા જહાઁ હૈ તેરી છઇયાં, તૂ હૈ મેરે જજ્બાતોં મેં, મેરા જહાઁ હૈ તેરી બંહિયાઁ... નવા જમાનાનું ભક્તિ ગીત છે. સમીરે રચના કરી છે.

આ ગીત વૃતાંત અને કથા વૃતાંત કરોડો દર્શકોએ જોયં અને સાંભળ્યું, પરંતુ શું હજુ પણ આપણે ભગવાનને તે જ મંદિરો અને મઠો, મસ્જિદો-ચર્ચો-ગુરુદ્વારાઓમાં જ શોધતાં રહીશું. આપણે વર્ષો-સદીઓથી આપણી ગીતામાં દર્શાવાયેલ માર્ગનો ભંગ કરતાં આવ્યાં છીએ. કૃષ્ણ પરાત્મા જ્યારે આપણી અંદર જ છે, તો કેમ આપણે તેમને મંદિરોમાં શોધવા જઇએ.

શું ઓએમજી જોયાં બાદ પણ આપણે તે જ અર્જુન બની રહીશું, જેને ભગવાન કૃષ્ણ ગીતાનો જ્ઞાન પિરસતા રહે. આપણે ધવલાર્જુન ક્યારે બનીશું. અર્જુનને તો માત્ર 18 જ અધ્યાય લાગ્યા હતાં, પરંતુ આપણે તો આખું જીવન પોતાની માંગો અને અપેક્ષાઓની ભીખ માંગતા જીવન ઢસડાતા-ઢસડાતા સમાપ્ત કરી દઇએ છીએ. ભગવાન જો કણ-કણમાં છે, તો આપણે તેમને અનુભવી કેમ નથી શકતા? ગીતામાં પ્રભુ કહે છે કે હું તો તારી અંદર છું, તો મને પામવા દર-દરની ઠોકરો ખાય છે.

હકીકતમાં ભગવાનને ક્યારેય પોતાનું અસ્તિત્વ સદ્ધ કરવાની જરૂરિયાત જ નથી હોતી, કારણ કે જ્યારે કણ-કણમાં તે વસેલો છે, તો તેના અસ્તિત્વને પડકારનાર તુચ્છ માણસમાં પણ તે રોમ-રોમમાં વસેલ છે. તેમને પામવા, તેમનો અનુભવવા કરવા માટે પોતાને તેમાં લીન કરવાની જરૂર છે. આ માનવ રૂપી દેહમાં તે ઈશ્વર એવી રીતે છુપાઈને બેઠો છે કે જેમ કોઈ મૅનેજર પોતાની ઑફિસે બેસે છે અને તેની હાજરી માત્રથી તમામ કર્મચારીઓ ચુપચાપ પોતાનું કામ કરે છે. માનવ જીવન રૂપી આ જ મિથ્યાભિમાનમાં જીવે છે કે તમામ કાર્યો તે કરી રહ્યો છે, જ્યારે તે પોતાની અંદર વસેલા પેલા ઈશ્વર રૂપી મૅનેજર એટલે કે આત્માને નથી જોઈ શકતો. તે ભુલી જાય છે કે તે આત્મા જ પરમાત્મા છે અને તેનો સાક્ષાત્કાર દુનિયાના દરેક આશ્ચર્ય કરતાં મોટો છે. તે મૅનેજર રૂપી આત્મા વગર માનવનું અસ્તિત્વ જ શક્ય નથી.

ઓએમજી આપણને પોતાની અંદર ઈશ્વરને શોધવાની પ્રેરણા આપે છે. પોતાની જાતને ઓળખવાની પ્રેરણા આપે છે. આ માનવ રૂપી દેહમાં છુપાયેલા હું રૂપી અહમ્ કાઢી ફેંકવા અને આત્મા રૂપી હું એટલે કે પરમાત્મા લીન થવાનો સંદેશ આપે છે. મંદિરો-મસ્જિદોમાં જનાર માણસ તો માત્ર પોતાની માંગો અને અપેક્ષાઓની ભીખ માંગનારાઓનો સમૂહ છે. ઈશ્વર પાસે ભીખ માંગવાની જરૂર નથી. એવું પણ નથી કે ધર્મસ્થળોએ ઈશ્વર નથી હોતાં. તે જ્યારે કણ-કણમાં છે, તો ત્યાં પણ છે, પરંતુ તે સીમિત ન હોઈ શકે. ધર્મસ્થળોએ બેઠેલો ભગવાન માણસના ભોગોને જરૂર પૂર્ણ કરી શકે, પણ તે પોતે માણસને પ્રાપ્ત ન થઈ શકે. ઈશ્વર પાસે ઈશ્વરની માંગણી કરી જુઓ, પરંતુ ઈશ્વર પાસે ઈશ્વરની માંગણી તે જ કરી શકે, જેની પાસે જગતના ભૌતિક પદાર્થોની કોઈ માંગણી ન બચી હોય અને તે જ કૃષ્ણ પરમાત્મામાં લીન થઈ શકે. જગતની માંગણીઓ-અપેક્ષાઓમાંથી નિવત્ત થવાનો એક જ માર્ગ છે સમત્વ ભાવ. કણ-કણનો અર્થ જ છે રાગ-દ્વેષ, સુખ-દુઃખ, સારું-નરસું જેવા તમામ પ્રકારના દ્વંદ્વોમાંથી મુક્ત થવું. આ દ્વંદ્વોનો ઉત્પત્તિકર્તા મન છે. બસ આ મનને કૃષ્ણાર્પણ કરી જુઓ. આ જ ગીતાનો જ્ઞાન છે. કૃષ્ણ પરમાત્મા પોતે કહે છે કે જે માણસ દરેક કાર્યનો શ્રેય મને આપશે, તેની રક્ષા હું કરીશ. તેને પાપ-પુણ્યમાંથી મુક્ત રાખીશ. ના તેને પાપ લાગશે અને જો પાપ નહિં લાગે, તો તેને પુણ્યની કોઈ જરૂર નહિં રહે.

હકીકતમાં આપણાં તથાકથિત ધર્મગુરુઓએ ગીતા વિગેરે ગ્રંથોને માત્ર મોક્ષ અપાવનાર ગ્રંથ તરીકે પ્રચારિત કર્યાં છે. ગીતા જીવનને જીવન તરીકે જીવવાની ઉત્તમ સંદેશ વાહક છે.

ચાલો માની લઇએ કે આપણે ન કૃષ્ણને જોયાં અને ન અર્જુનને. માની લો કે આપણને ગીતા પણ સમજાતી નથી, પરંતુ કમ સે કમ ઓએમજી તો સમજી શકાય છે. તેને માત્ર એક ફિલ્મ નહિં, પણ એક સત્સંગ તરીકે જોવાની જરૂર છે. શું આપણે આપણી અંદર બેઠેલા પેલા અક્ષય કુમારને ન શોધી શકીએ? પડદા ઉપર અક્ષય કુમારની એન્ટ્રી પર સિસોટીઓ વાગે છે પરંતુ આપણી અંદર આ અક્ષયજી ક્યારે પ્રકટ થશે અને આપણે ક્યારે આનંદની સિસોટિઓ વગાળીશું? માનવ-માનવમાં પરમાત્માના દર્શન કરવામાં આવે, તો કદાચ મંદિરોની આગળ ભિખારીઓએ બેસવાની જરૂર નહિં રહે. પેલા ભુખ્યા ભિખારીને શિવલિંગમાંથી ઉતરી ગટરમાં વહેતું દૂધ પીવાી જરૂર નહિં પડે. મારમાં પરમાત્મા-તારામાં પરમાત્મા. પછી નહિં હોય કોઈ ભિખારી અને નહિં રહે કોઈ અમીર. ગરીબી અને અમીરી પ્રારબ્ધગત હોઈ શકે, પરંતુ કણ-કણમાં પરમાત્માના દર્શન દ્વારા અમીરનો અહંકાર અને ગરીબનો ગરીબાઈનો અહેસા બંને જ ખતમ થઈ જશે.

આ જ છે ઓએમજીનો સંદેશ. (ગુરુ અર્પણ)

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more