હશે સુપરસ્ટાર પણ છે તો એવરેજ સલમાન, જાણો કોને કોને ઉડાવ્યો મઝાક
આમ તો સલમાન ખાન નામ જ કાફી છે બોલિવૂડમાં, પરંતુ આ નામ ના કારણે ઘણું બધું વેઠવું પણ પડે છે. એમ તો સલમાન ખાન એક મોટા સુપરસ્ટાર છે, તો પણ બોલિવૂડ તેમનો મઝાક ઉડાવવામાં પાછળ નથી રહ્યું. જો સલમાન ખાન ગમે ત્યારે ગમે તેની કલાસ લઇ લેતા હોઈ તો બોલિવૂડના ડાયરેક્ટર પણ સલમાનની કલાસ લેવામાં પાછળ નથી, પછી ભલે તે સલમાન ખાનની એક્ટીગ હોઈ કે પછી હીટ એન્ડ રન કેસ હોઈ.
આમાં એવા ઘણા લોકો છે જેમને સલમાન ખાન સાથે કામ કર્યું છે તો પણ સલમાન ખાન વિરૃધ ટીપ્પણી કરી છે, અને જે લોકોએ કામ નથી કર્યું તેમને તો કોઈ જ રોકી શકે તેમ નથી.
તો જુઓ કોને કોને સલમાન ખાનનો મઝાક ઉડાવ્યો છે...

સંજય લીલા ભંસાલી
સંજય લીલા ભંસાલી એ સીધે સીધું તો નથી કહ્યું પરંતુ એવું કહ્યું છે કે સલમાન ખાન જ્યાં ઉભા થઇ જાય તે ફિલ્મ આરામથી 300 કરોડ કમાઈ શકે છે.

તીગ્માંન્સું ધુલિયા
પાનસિંહ તોમર તેવી શાનદાર ફિલ્મ આપનાર તીગ્માંન્સું ધુલિયા એ કહ્યું હતું કે સલમાન ખાનની ખાલી ફોટો ની રીલ પણ બતાવી દેવામાં આવે તો તે પણ 100 કરોડ કમાઈ શકે છે.

અનુરાગ બાસુ
અનુરાગ બાસુએ હાલમાં જ કહ્યું છે કે તેઓ સલમાન ખાનને બદલે રણબીર કપૂર ને પસંદ કરશે કારણકે બોક્ક્ષ ઓફીસ કરતા વધારે અગત્યનું ફિલ્મો અને તેના અભિનેતા હોઈ છે.

અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપે કહ્યું હતું કે તેમની પાસે સલમાન ખાન જેવો વર્ગ નથી જે ફિલ્મના નામ પર કઈ પણ જોઈ નાખે.

દીબાકર બેનર્જી
દીબાકર બેનર્જી એ કહ્યું હતું કે તેઓ 40 વર્ષના હિરોને 18 વર્ષની છોકરી સાથે રોમાન્સ કરતા નથી બતાવી શકે અને કોઈને એવી સલાહ પણ નહી આપી શકે.

ગોવિંદા
ગોવિંદાએ સલમાન ખાન માટે કહ્યું હતું કે એવા લોકો પણ છે જે પહેલા તમને લોન્ચ કરે છે, અને બાદમાં એહસાન પણ જતાવે છે.

રાહુલ ધોળકિયા
રઈસ ફિલ્મના નિર્દેસક રાહુલ ધોળકિયાએ હીટ એન્ડ કેસને લઇને લખ્યું હતું કે દારુ પીને ગાડી ના ચલાઓ કારણકે તેનાથી અકસ્માત થઇ જાય છે.

AIB
AIB એ લખ્યું હતું કે ભાઈની તો આ દેશમાં પૂજા થાય છે, તો ભાઈબીજ સલમાન ખાનને જ અર્પણ કરી દેવો જોઈએ.

સોનું નિગમ
સોનું નિગમે ફિલ્મ કિક માટે હેંગઓવેર સોંગ રેકોર્ડ કર્યું હતું. પરંતુ બાદમાં તે સોંગ સલમાન ખાને જ ગાઈ નાખ્યું હતું.












Click it and Unblock the Notifications
