
પાકિસ્તાનનું સવોચ્ચ સન્માન મેળવી ચુક્યા છે દિવંગત અભિનેતા દિલીપ કુમાર
બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. આજે દિલીપકુમાર વિશે કેટલીક એવી વાતો છે જે તમારે જાણવી જરૂરી છે. અભિનેતા દિલીપકુમાર માત્ર ભારત જ નહી પાકિસ્તાનમાં પણ મોટી ચાહના ધરાવતા હતા. એટલે જ પાકિસ્તાન સરકારે તેમને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરીક સન્માન નિશાન-એ-ઈમ્તિયાઝ થી નવાજ્યા હતા.

સરકારે તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા
ભારતમાં કેટલાય મોટા પુરસ્કારોથી નવાજવામાં આવેલા અભિનેતા દિલીપ કુમારના દેશમાં કરોડો ચાહકો તો છે જ પરંતુ પાકિસ્તાનમાં પણ તેમની લોકચાહના જોતા ત્યાની સરકારે તેમને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા.

પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરીક સન્માન અપાતા મોટો વિવાદ થયો હતો
દિલીપ કુમારને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરીક સન્માન અપાતા મોટો વિવાદ થયો હતો પરંતુ ત્યારબાદ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના સન્માનને બરકરાર રાખ્યુ હતુ.

ભારત સરકારે તેમને 1991 માં પદ્મ ભુષણથી નવાજ્યા હતા
ભારતની વાત કરીએ તો ભારત સરકારે તેમને 1991 માં પદ્મ ભુષણથી નવાજ્યા હતા. ત્યારબાદ 1994માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા. ત્યારબાદ 2015 માં પદ્મ વિભુષણથી પણ સન્માનિત કરાયા.