For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અવળી ગંગા : હૉલીવુડ પણ કરે છે બૉલીવુડમાંથી COPY!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 23 જૂન : આપણે ભારતીયો સામાન્ય રીતે પોતાની વસ્તુઓ, સંસ્કારો, સંસ્કૃતિ કે આવિષ્કારો પ્રત્યે ગર્વ નથી લેતા હોતા. અનેક બાબતોમાં આપણે વિદેશીઓના કાર્યને વધુ મહત્વ આપીએ છીએ અને મોટાભાગે તેમની નકલ કરવાનો પણ પ્રયત્ન કરતા હોઇએ છીએ. આ બાબતમાં બૉલીવુડ પણ બાકાત નથી કે જેની અનેક ફિલ્મોમાં અનેક ફિલ્મો, સંગીત, ગીતો, ડાયલૉગ વિગેરેમાં હૉલીવુડ ફિલ્મોની નકલ સામાન્ય બાબત બની ચુકી છે.

પરંતુ આજે અમે આપને કંઇક અવળી ગંગાના દર્શન કરાવવા જઈ રહ્યાં છીએ. આજે અમે આપની સમક્ષ એવા ગીત-સંગીત ધરાવતી હૉલીવુડ ફિલ્મોની યાદી રજૂ કરીશું કે જેમાં બૉલીવુડ ફિલ્મોમાંથી નકલ કરવામાં આવી હોય. હૉલીવુડ ફિલ્મો ભલે તેના ચમત્કૃત દિગ્દર્શન, આશ્ચર્યજનક ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે અનેક ટેક્નિકલ બાબતોને લઈને ઉત્કૃષ્ટ હોય, પણ જ્યાં સુધી બૉલીવુડ ફિલ્મોનો સવાલ છે, તો તેમાં સૌથી વધારે મહત્વ સંગીતને અપાતુ રહ્યું છે અને હાલ પણ અપાય જ છે. કદાચ એટલે જ હૉલીવુડ ફિલ્મોમાંથી ભલે અનેક વસ્તુઓ કૉપી થઈ બૉલીવુડ ફિલ્મોમાં આવતી હોય, પણ બૉલીવુડ ફિલ્મોનું ગીત-સંગીત કમ સે કમ એવુ છે જ કે જેની કૉપી કરતા હૉલીવુડ પણ પોતાની જાતને રોકી શકતું નથી.

ચાલો જોઇએ એવી હૉલીવુડ ફિલ્મો કે જમાં બૉલીવુડ ફિલ્મોના ગીત-સંગીતની કૉપી થઈ છે :

ડમ ડમ

ડમ ડમ

ભૂતપૂર્વ સ્તંભકાર અને સર્બિયન પૉપ સિંગર જેલેના કાર્લેયુસા ટૉસિક (જેકે)એ પોતાના આલબમમાં બૅન્ડ બાજા બારાત ફિલ્મના ડમ ડમ... ગીતનો ઉપયોગ કર્યો છે.

છઇંયા છઇંયા

છઇંયા છઇંયા

હૉલીવુડ ફિલ્મ ઇનસાઇડ મૅનમાં ઓપનિંગ ક્રેડિટ્સ માટે દિલ સે ફિલ્મના ગીત છઇંયા છઇંયા...નો યૂઝ કરવામાં આવ્યો હતો.

છલકા છલકા

છલકા છલકા

સાથિયા ફિલ્મના ગીત છલકા છલકા...નો હૉલીવુડ ફિલ્મ ધ એક્સિડેંશિયલ હસબૅન્ડમાં ઉપયોગ કરાયો હતો.

ઉર્વશી ઉર્વશી

ઉર્વશી ઉર્વશી

હૉલીવુડ ફિલ્મ વિલ આઇ એમ માં કૉડી વાઇસ ફૉર ઇટ્સ માય બર્થડે... ગીત બૉલીવુડ ફિલ્મ હમસે હૈ મુકાબલાના ગીત ઉર્વશી ઉર્વશી...નું હૉલીવુડ વર્ઝન છે.

રફી પ્રેરણા

રફી પ્રેરણા

હૉલીવુડ ફિલ્મ એટર્નલ સનશાઇન ઑફ ધ સ્પૉર્ટલેસ માઇન્ડમાં બૉલીવુડ ગાયક મહોમ્મદ રફીના એક ગીતનો ઉપયોગ કરાયો છે.

મેલા

મેલા

આમિર ખાનની ફિલ્મ મેલાના એક ગીતનો હૉલીવુડ ફિલ્મ ધ ગુરુમાં ઉપયોગ કરાયો છે.

ગુમનામ

ગુમનામ

ગુમનામ ફિલ્મના ટાઇટલ સૉંગનો હૉલીવુડ ફિલ્મ ઘોસ્ટ વર્લ્ડમાં ઉપયોગ કરાયો છે.

ધૂમ મચાલે

ધૂમ મચાલે

મૉન્ટેનેગ્રિન એન્ડ સર્બિયન ટર્બો-ફૉક-સિંગર ગોગા સેકુલિકે ધૂમ સિરીઝના ગીત ધૂમ મચાલે...નો પોતાના આલબમ નાઓકૅરમાં ઉપયોગ કર્યો છે.

છમ્મક છલ્લો અને યે ઇશ્ક હાય

છમ્મક છલ્લો અને યે ઇશ્ક હાય

જાણીતા સ્ટેજ કલાકાર અને સર્બિયન પૉપ-ફૉક સિંગર દારા બુબામારાએ રા.વનના છમ્મક છલ્લો... અને જબ વી મેટના યે ઇશ્ક હાય...નો Balkanac... અને Nemam Elana... તરીકે ઉપયોગ કર્યો હતો.

માહી માહી

માહી માહી

સર્બિયન સિંગર અને અગાઉ યુગોસ્લા પ્રજાસત્તાકમાં લોકપ્રિય વાયોલેટા વિકી મિલ્જકોવિકે કિસ્મત ફિલ્મના ગીત માહી માહીનો પોતાના આલબમમાં યૂઝ કર્યો હતો. તેમણે પ્રિયંકા ચોપરાની જેમ સ્ટેપ પણ લીધા હતાં.

English summary
When Hollywood took inspiration and used Bollywood songs in their movies and music albums. Check out how many songs have been copied from Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X