જ્યારે કામની વાત આવે ત્યારે મને એવો અહેસાસ નથી હોતો કે હું લૉકડાઉનમાં છુઃ જેકલીન ફર્નાન્ડિસ

જેકલીને કહ્યુ કે જ્યારે કામની વાત આવે છે ત્યારે મને એવો અહેસાસ નથી થઈ રહ્યો હોતો કે હું લૉકડાઉનમાં છુ, શુકર છે.

બૉલિવુડની સનશાઈન ગર્લ, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મહામારીના કારણે થયેલ લૉકડાઉન દરમિયાન પણ સમયનો સદુપયોગ કરવા અને વસ્તુઓ પ્રત્યે સકારાત્મક વલણ જાળવી રાખવાનુ નિશ્ચિત રીતે જાણે છે. તે વાસ્તવમાં ખૂબ જ પ્રેરક છે અને પોતાના સમયનો સદુપયોગ કરીને બીજાને પ્રેરિત કરવાનુ તેને સારી રીતે આવડે છે. જ્યારે જેકલીનને પૂછવામાં આવ્યુ કે તે લૉકડાઉન દરમિયાન આટલી વ્યસ્ત રહેવાનો અનુભવ કેવી રીતે શેર કરશે, તો તેણે કહ્યુ, 'હા મારી ફિલ્મ રિલીઝ, પ્રમોશન, સલમાન સાથે ગીત, બાદશાહ સાથે ગીત, મેગેઝીન શૂટ અને હવે શો - જ્યારે કામની વાત આવે છે ત્યારે મને એવો અહેસાસ નથી થઈ રહ્યો હોતો કે હું લૉકડાઉનમાં છુ, શુકર છે.'

Jacqueline fernandez

અભિનેત્રીએ આગળ કહ્યુ, 'વ્યક્તિગત રીતે, હું સકારાત્મક હોવાની કોશિશ કરી રહી છુ અને તે બધુ કરી રહી છુ જેનાથી હું ખુદને વ્યસ્ત રાખી શકુ છુ અને બની શકે તેટલુ પ્રોડક્ટીવ બની રહી છુ. આ દરેક જણ માટે મુશ્કેલીનો સમય રહ્યો છે. ઘરમાં રહેવુ અને આપણા રોજિંદા કામ માટે બહાર ન જવુ પરંતુ હું બહુ ભાગ્યશાળી છુ કે હું ખુદને વ્યસ્ત રાખવામાં સક્ષમ રહી છુ. આપણે આ સમયનો સંભવ હોય તેટલો પ્રોડક્ટીવ ઉપયોગ કરવો જોઈએ. સાથે જ મને આશા છે કે આ મુશ્કેલીના સમય ખતમ થતા જ આપણે સૌ એક વાર ફરીથી આપણી સામાન્ય જિંદગી ફરીથી શરૂ કરી શકીશુ.'

જેકલીન છેલ્લા કેટલાક દિવસોથી પોતાની લેટેસ્ટ ફિલ્મ મિસીઝ સીરિયલ કિલરના પ્રમોશનમાં વ્યસ્ત હતી જેમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળશે. અભિનેત્રીએ આ વર્ષે અભિનેતા સલમાન ખાન સાથે 'તેરે બિના', 'મેરે આંગને મેરે' અને 'ગેંદા ફૂલ' જેવી અમુક ચાર્ટબસ્ટર હિટ આપી છે. ત્યાં સુધી કે અભિનેત્રીએ લૉકડાઉન દરમિયાન પોતાના દર્શકોના મનોરંજન માટે ઘરે શૂટ કરેલો 'હોમ ડાંસર' નામનો શો પણ રજૂ કર્યો છે જેમાં તે શોની હોસ્ટ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X